રણથંભોર નેશનલ પાર્કમાં બે ખુંખાર વાઘણો વચ્ચે વર્ચસ્વની લડાઈ
રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોર નેશનલ પાર્કમાં બે ખુંખાર વાઘણો વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ છે.
મંડૂક ક્ષેત્રમાં થયેલી આ ભયાનક ફાઈટનો વીડિયો સામે આવ્યો છે. માતા એરોહેડ અને દીકરી રિદ્ધિ વચ્ચે ટેરેટરીના મામલે સામસામે આવી ગઈ હતી.
આ વિસ્તારમાં પોતપોતાનું વર્ચસ્વ જમાવવા બન્ને વચ્ચે ભયંકર લડાઈ થાય છે.
આખરે મા જીતે છે અને દીકરીને ભાગવા મજબૂર કરે છે. બે વાઘણની આ લડાઈના દૃશ્યો જોઈ પર્યટકો પણ રોમાંચિત થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે,
રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોર નેશનલ પાર્કમાં બે ખુંખાર વાઘણો વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ છે… pic.twitter.com/S6y4zCc9CW
— AAPNU BHAVNAGAR (@apnubhavnagar) December 6, 2020
એરોહેડ અને રિદ્ધિ વચ્ચે આ ત્રીજી લડાઈ હતી, અગાઉ પણ આ મા-દીકરી વચ્ચે બે વખત જીવસટોસટની લડાઈ થઈ શકી છે.