રેલવે ટ્રેક પર બે વર્ષનું બાળક જોઈ તરત ડ્રાઈવરે બ્રેક મારી, છતાં એન્જિન નીચે આવી ગયું અને…
દિવાનસિંહ અને તેના સહાયક બંને માલગાડીના ડ્રાઇવર છે. અચાનક તેણે ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક્સ લગાવી. સામે બે વર્ષનું બાળક હતું. એન્જિન તેની ઉપર ચઢી ગયું. એન્જિન નીચે બાળક આવી ગયું. દિવાનસિંહ અને અતુલ ફટાફટ નીચે ઉતરી ગયા.
મનમાં તો તેણે વિચાર્યું કે બાળક મરી ગયું હશે. પણ તે રડતું હતુ અને જીવતું હતું. આ સમાચાર આગ્રાથી આવ્યા છે. માલગાડી દિલ્હીથી આગ્રા જઇ રહી હતી. આ ઘટના બલ્લભગઢની છે.
એક ન્યૂઝ અનુસાર આગ્રા રેલ્વે વિભાગના એક્ઝિક્યુટિવ મેનેજર એસ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
કે બે વર્ષનો બાળક તેના 14 વર્ષના ભાઈ સાથે રમતો હતો. સંભવના છે કે તે જ તેને રેલ્વે ટ્રેક પર મૂકી ભાગી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો.
પાછળથી બાળકને એન્જિનની નીચેથી બહાર કાઢવામાં આવ્યું હતું. તેની માતાને બોલાવવામાં આવી. બાળકને તેની પાસે સલામત સોંપવામાં આવ્યું હતું. બલ્લભગઢ રેલવે સ્ટેશનથી ઉપડતી માલગાડીની સ્પીડ ઓથી હતી.
તેથી ડ્રાઈવરે તરત જ બ્રેક મારી દીધી પરંતુ ત્યાં સુધીમાં બાળક એન્જિન નીચે ફસાઈ ગયું હતું. જો કે સદનસીબે તે બચી ગયું છે.