આ સીઝનમા શર્દી – ઉધરસ ના વા બહુ છે. ઉધરસમા રાહત થાય તેવા ઉપાયો -લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે…
-મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે -મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે…
-થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે -દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે…
-દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે -થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે..
-રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે -ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે..
-હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે…
-હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે -નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે…
-તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે..