Monday, October 2, 2023
Home Food ઉંબરાનું શાક તો તમે ખાધું જ હશે, પણ જાણી લ્યો, તેના ફાયદા...

ઉંબરાનું શાક તો તમે ખાધું જ હશે, પણ જાણી લ્યો, તેના ફાયદા વિષે પણ, અનેક રોગોમાં રાહત આપે છે..

આપણી આસપાસ અનેક વૃક્ષો એવા હોય છે. જે આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. અને એવું જ એક વૃક્ષ છે ઉંબરો. આપણે દરેક લોકોએ આ વૃક્ષ નું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ આ વૃક્ષના ગુણ વિશે આપણે જાણતા નથી. નાના નાના ગોળ ફળ ધરાવતું વૃક્ષ છે, જેના ફળ કાચા લીલા રંગના અને પાકી ગયા બાદ લાલ રંગના થઈ જાય છે. તથા આ ઝાડની દરેક અંગમાંથી તોડતાં તેમાંથી દૂધ નીકળી ઊઠે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આ ઉંબરો આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ઉંબરાના કેટલાક ઔષધીય ગુણ.

સૌર્સે

ઘણી જગ્યાએ ઉમરાના ફળમાંથી શાક બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉંબરાના ઝાડની ડાળીઓ ખૂબ જ મજબૂત હોય છે. જેથી તેનો લાકડીઓ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉંબરોઉમરોને સંસ્કૃત મા ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર પણ કહેવામાં આવે છે.

આ ઝાડ પર થતા ફળ એકદમ લાલ કલરના બની જાય છે. આ ઉપરાંત એકદમ પોચા હોય છે કે જેથી દબાવતાની સાથે જ તે તૂટી જાય છે. અને તેની અંદર થી નાના નાના બીજ નીકળે છે તેનું ફળ જોતા અંજીર જેવું જ લાગે છે. પરંતુ તેના મૂળમાંથી દૂધ નીકળે છે..

ઉંબરા ના આયુર્વેદિક ફાયદા..

ઉમરાના નિયમિત સેવનથી શરીરની અંદર રહેલ પિત્ત અને કફની પ્રકૃતિ દૂર થાય છે. તથા પીત્ત ના કારણે થયેલો વિકાર પણ દૂર થાય છે. જેને કારણે જઠરાગ્નિ મંદ બની જાય છે. જેને કારણે જો કોઈ વ્યક્તિને એસિડિટીની સમસ્યા હોય તો તે દૂર થાય છે. આ ઉપરાંત કફ પ્રકૃતિવાળા લોકોને પણ મુક્તિ મળે છે. જેને કારણે શરદીના કોઠાવાળી વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદો થાય છે.

દાત ને લગતી સમસ્યા દૂર કરવા માટે ઉંબરાના બેથી ત્રણ ફળને પાણીની અંદર ઉકાળી ત્યારબાદ આ પાણીના કોગળા કરવામાં આવે તો દાંત અને મોં ને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય. તથા તમારા દાંત એકદમ સફેદ અને મજબૂત બની જાય છે.

ઉંબરો ખાવાના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત તમારી પાચનશક્તિ પણ મજબુત બને છે. જેને કારણે તમે જમેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે.

ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો આ ઉંબરાના ફળને પાણી સાથે ઉકાળીને પીવામાં આવે તો થોડા દિવસોની અંદર ડાયાબિટીસના રોગીઓને સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ પાણી શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જે શરીરની અંદર રહેલી સુગર કંટ્રોલ કરે છે જેને કારણે ડાયાબિટીશ ઓછી થાય છે.

આમ આ ઔષધીય ગુણો ધરાવતો ઉંબરો આપણને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

ગુજરાતમાં લોકોને રાતે પાણીએ રોવડાવનાર તીડને આ લોકો બે મોઢે ઝાપટી જાય!

આખા ગુજરાતમાં તીડનો ત્રાસ એટલો છે કે લોકોને ઉંઘ નથી આવતી. ત્રાહિમામ પોકારી ગયેલો ખેડૂત પણ લાચાર છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમને કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. લોકો લાઈનમાં ઉભા છે અને તીડ ખરીદી રહ્યા છે.

કોઈ અર્બન દેશનો આ વીડિયો છે. પરંતુ હાલમાં કોઈ પાક્કી માહિતી સામે નથી આવી. વીડિયો કેટલો જૂનો છે એ પણ હજુ શોધખોળનો જ વિષય છે. પરંતુ ખુબ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો તીડને ખરીદે છે અને ખાય પણ છે.

આ દેશના લોકો માટે તીડ એ એક ખોરાક જેવું છે. લોકો શાકભાજી તરીકે શાક બનાવીને ભોજનમાં આરોગે છે. તો જુઓ અહીં આ વીડિયો….

RELATED ARTICLES

Most Popular

Recent Comments