જાણો અનલૉક 4 માં શું શું ખુલ્યું અને શું બંધ રહેશે…
કેન્દ્ર સરકારે અનલૉક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.
અનલૉક-4માં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થઈ જશે.
મેટ્રોમાં સરકારના નિર્દેશોને ફરજિયાત પાળવા પડશે.
આ 7 સપ્ટેમ્બરથી ગ્રેડેડ તરીકે શરૂ કરાશે. સરકાર દ્વારા જાહેર દિશાનિર્દેશો પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે.
આ નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાત કરીને લેવામાં આવ્યો છે.
સરકારના નિર્દેશો પ્રમાણે ઓપર એર થિયેટર 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે.