અનલોક 5 ની ગાઈડલાઈન આગામી 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી
ગાઈડલાઇન્સ; અનલોક 5 ની ગાઈડલાઈન આગામી 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી.”
ગત તા.30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 5 ને લઈને ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી.
જે અંતર્ગત તા.15 ઓક્ટોબર થી 50% ક્ષમતા સાથે સીનેમાઘર, ખેલાડીઓ માટે સ્વિમિંગ પૂલ કાર્યરત કરવા છૂટછાટ અપાઈ હતી. શાળા-કોલેજો શરૂ કરવા રાજ્ય સરકાર પર નિર્ણય છોડવામાં આવ્યો હતો.
આ ગાઈડલાઇન્સ હવે નવેમ્બર મહિનામાં પણ લાગુ રહેશે. સરકાર આગામી 30 નવેમ્બર બાદ નવી ગાઈડલાઇન્સ રજૂ કરશે, ત્યાં સુધી અનલોક 5 ની ગાઈડલાઇન્સ યથાવત રહેશે.