Thursday, November 30, 2023
Home Ajab Gajab યુપીમાં સામે આવ્યો આ મામલો ! નાગને મારી નાંખવાને કારણે ગુસ્સે ભરાયેલી...

યુપીમાં સામે આવ્યો આ મામલો ! નાગને મારી નાંખવાને કારણે ગુસ્સે ભરાયેલી નાગિને કર્યું આ કામ ! વાંચો વિગત સાથે…

નાગને મારવાથી ગુસ્સે ભરાયેલી નાગિને ૨ દિવસમાં ૨૬ લોકોને ડંખ મારી લીધો બદલો આ કોઇ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે યુપીના બહરાઇચ જિલ્લામાં નાગિનના બદલાની ચોંકાવનારી ઘટના સામે આવી..

લખનૌ  હાલ ટીવી પર એવી ઘણી સીરિયલ્સ આવી રહી છે, જેમાં ઈચ્છાધારી નાગિનની સ્ટોરી બતાવવામાં આવતી હોય. નાગની હત્યા બાદ નાગિન તેનો બદલો લેવા માટે આવે અને પોતાના દુશ્મનોનો નાશ કરે. પરંતુ શું તમે કયારેય હકીકતમાં નાગિનના બદલા વિશે સાંભળ્યું કે જોયું છે?

જો ના સાંભળ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને આવો જ એક નાગિનનો બદલો લેવાવાળો કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ. આ મામલો યુપીમાં સામે આવ્યો છે. જેમાં નાગિને એક-બે નહીં પરંતુ એક-એક કરીને ૨૬ લોકોને ડંખ માર્યો. આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી, પરંતુ હકીકત છે..

યુપીના બહરાઈચ જિલ્લામાં નાગિનના બદલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નાગ પંચમીના દિવસે નાગને મારી નાંખવાને કારણે ગુસ્સે ભરાયેલી નાગિન હવે વિસ્તારના લોકોને ડંખ મારી રહી છે.

મામલો બહરાઈચના રુપઈડીહા પોલીસ સ્ટેશનના બાબાગંજ વિસ્તારનો છે. અહીં હાલ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઝેરીલા સાપોના નીકળવાનો સીલસીલો ચાલી રહ્યો છે.

શંકરપુર, ચિલબિલા, બેલભરિયા સહિત કેટલાક ગામમાં બે ડઝન કરતા વધુ ગ્રામીણો સહિત અડધો ડઝન પશુઓને સાપ ડંખ મારી ચુકયો છે. શંકરપુરમાં જાનવરોને ચારો ખવડાવવા જઈ રહેલા ઈબરારની પાછળ રવિવારે એક સાપ ડંખ મારવા માટે દોડ્યો. તે ભાગીને કોઈક રીતે બચી ગયો. દરમિયાન કોઈકે ઝેરીલા સાપને મારી નાંખ્યો.

ત્યારબાદ બે દિવસોમાં સંદીપ, ગુલાબી દેવી, શીલા દેવી, માયા દેવી, ઝલ્લે, નેહા, ધર્મ પ્રકાશ, વિપિન, ચિરકૂ, ભાગીરથની પત્ની, નગરિયા, બૈધે, પવન સહિત ૨૬ ગ્રામીણોને નાગિને ડંખ માર્યો છે. જેમાંથી મનીષ કુમારનું રવિવારે મોત થઈ ગયું છે. ગ્રામીણોએ જણાવ્યું કે, નાગ પંચમીના દિવસે ગામના મંદિરમાં રહેતા નાગના જોડામાંથી નાગને ગ્રામીણોએ મારી નાંખ્યો હતો. ત્યારથી ગુસ્સે ભરાયેલી નાગિને ગામમાં આતંક મચાવી રાખ્યો છે.

પીડિતોએ જણાવ્યું કે, સૂતા સમયે તેમને સર્પ દંશનો અહેસાસ થાય છે, પરંતુ તેમને નાગિન દેખાતી પણ નથી. ઝાડ-ફૂંક કરનારાઓ પણ ગામમાં જતા ગભરાઈ રહ્યા છે. ગામમાં દહેશતનો માહોલ છે, લોકો પોતાના બાળકોને સગા-સંબંધીઓને ત્યાં મોકલી રહ્યા છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર બાબાગંજના ચિકિત્સા અધિકારી ડોકટર વિવેક સિંહે જણાવ્યું કે, હોસ્પિટલમાં સાપની વેકિસન છે. તાત્કાલિક દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments