હાલમાં મીડિયા રિપોર્ટમાં એક એવી વાત વહેતી થઈ છે; જેમાં રૂ.2000 થી વધુની ચુકવણી પર 1.1% હેડ ચાર્જ લેવાનું કહેવામાં આવ્યું છે.

– જે વાતને લઈને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે; UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

– વધુમાં NPCI એ જણાવ્યું કે; UPIનો ઉપયોગ સંપૂર્ણપણે મફત, ઝડપી અને સુરક્ષિત છે.
– UPI દ્વારા ગ્રાહકો અને દુકાનદારો વતી દર મહિને 8 અબજથી વધુ વ્યવહારો કરવામાં આવે છે.
– UPI દ્વારા પેમેન્ટ પર જૂની સિસ્ટમ જેવી છે તેવી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
– રુ.2000 સુધીની ચુકવણી પર હજુ પણ કોઈ ચાર્જ નથી, બેંક ખાતામાંથી અન્ય કોઈ બેંક ખાતામાં કરવામાં આવેલી ચુકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.
– નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે;
વેપારીઓએ પ્રીપેડ વોલેટ (PPI Wallets) દ્વારા કરવામાં આવેલ UPI પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે, તે ગ્રાહકને કોઈપણ રીતે અસર કરશે નહીં.