Tuesday, June 6, 2023
Home Yoga કમરની નીચેની માસ પેસીને મજબૂત બનાવવા માટે કરો રોજ આ આસન!

કમરની નીચેની માસ પેસીને મજબૂત બનાવવા માટે કરો રોજ આ આસન!

Yoga darshan) આજે આપણે ‘ઉત્તાનપાદાસન’ (uttanpadasana Steps) આસન વિશે જાણકારી મેળવીશું.

‘ઉત્તાનપાદાસન’(uttanpadasana yoga)નો અભ્યાસ કરવાથી પગની માંસપેશીઓ મજબૂત બને છે. પગમાં લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે સામાન્ય દુખાવામાં પણ રાહત મળે છે. તો ચાલો જાણીયે ‘ઉત્તાનપાદાસન’ કરવાની રીત (uttanpadasana tips) અને તેના ફાયદાઓ (uttanpadasana benefits) વિશે…

આસન પરિયય – ‘ઉત્તાનપાદાસન
યોગ દર્શનમાં આજે આપણે ‘ઉત્તાનપાદાસન’ આસન વિશે જાણીશું. ‘ઉત્તાનપાદાસન’ આસન કરવા માટે સર્વ પ્રથમ મેટ પર સીધા સુઇ જાવ. બંને હાથ કમર પાસે જમીનની તરફ અને બંને પગ ભેગા – સીધા રાખવા. હવે જમણો પગ શ્વાસ લેતા લેતા આકાશ સીધા લઇ જવા. ત્યારબાદ ઉપર 3થી 5 સેકન્ડ સુધી પગને એ જ સ્થિતિ રોકી રાખવા, ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ બહાર છોડતા પગ મૂળ સ્થિતિમાં જમીન પર મૂકવા. તેવી જ રીતે ડાબા પગથી આ આસનનો અભ્યાસ કરવો.

‘ઉત્તાનપાદાસન’ આસન ક્યારે અને કેટલી વખત કરવું?
ઉત્તાનપાદાસન આસાનનો ખાલી પેટ સવારે કે સાંજે અભ્યાસ કરવો. 1 આવર્તનમાં 3 થી 4 વખત આ આસનનો અભ્યાસ કરવો.

શ્વાસોશ્વાસની ક્રિયાઃ-
શ્વાસ લેતી વખતે પગ ઉપરની તરફ લઇ જવા અને ખાલી કરતી વખતે પગ નીચે જમીનની તરફ લાવવા.
‘ઉત્તાનપાદાસન’ આસન કરવાના ફાયદાઃ-
પગની પીંડિ અને જાંઘની માંસપેશીઓ સારું ખેંચાણ આવે છે.

પગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.
પગના સામાન્ય દુખાવામાં રાહત આપે છે.
ઘુંટણીની મજબૂતી માટે લાભદાયી છે.
કમરના સાંધા અને માંસપેસીઓ મજબૂ બનાવે છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘ચક્કી ચાલન’ આસનથી પેટ-કમરની ચરબી ઘટશે, મહિલાઓ માટે લાભદાયી



આ આસનની મર્યાદાઓઃ-
કમરનો દુખાવો વધારે રહેતો હોય અને ઘૂંટણની સર્જરી કરાવી હોય તેવી વ્યક્તિઓએ યોગ શિક્ષકની સલાહ-સૂચન મુજબ ઉત્તાનપાદાસન આસનનો અભ્યાસ કરવો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments