Saturday, June 10, 2023
Home Knowledge મોરબીની રાજગાદી પર બિરાજેલા સરવાઘજી બહાદુર કાઠિયાવાડનો વાઘ એટલે વાઘજી ઠાકોર સાહેબ..

મોરબીની રાજગાદી પર બિરાજેલા સરવાઘજી બહાદુર કાઠિયાવાડનો વાઘ એટલે વાઘજી ઠાકોર સાહેબ..

મોરબીની રાજગાદી પર ૧૭-૦૨-૧૮૭૦ના રોજ બિરાજેલા સરવાઘજી બહાદુર..

👑👑👑👑👑👑👑
સર વાઘજી દ્વિતિય
👑👑👑👑👑👑👑

*🐅 કાઠિયાવાડનો વાઘ,કાઠિયાવાડના શાહજહાં👑*

કાઠિયાવાડનો વાઘ એટલે સરવાઘજી બહાદુર,  વાઘજી ઠાકોર સાહેબ

મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.

રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.

મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ – ૧૯૨૨).

*👉🏻👑 મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઇ . ૧૮૫૮માં થયો હતો .*

નગર દરવાજો

*🗽⛲️ મોરબીને શણગારીને કાઠિયાવાડનું પેરિસ બનાવી દીધું હતું.*

✏️📝 રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો .

✈️ સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા .

🏜 રામગંજ બજાર જેવા ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેણે મોરબીમાં ઊભી કરાવી.

મોરબી રેલ્વે સ્ટેસન

*🚂વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલવે નાખવાનું કામ શરૂ કર્યું .*

જુલતો પુલ

ગ્રીન દરવાજો . ગ્રીન ચોક

 

*☯️ 🏟ઇગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું.*

*☯️ રાજ્યમાં પ્રજા કલ્યાણના અનેરા વિશિષ્ટ કાર્યો પણ કર્યા હતા.*

*👑👑૧૮૭૯માં વાઘજી બાપુ મોરબીની ગાદી પર રાજવી તરીકે બિરાજમાન થયા ત્યારબાદ*

*☯️🚂 ૧૮૮૬માં મોરબીમાં રેલવેની સુવિધા શરૂ કરી જે સ્ઇ તરીકે નામધારણ કરીને વઢવાણથી મોરબી એમ સૌરાષ્ટ્રના ઘણા બધા સ્ટેશન ફરીને પ્રવાસીઓને સુખ સગવડ આપ્યા હતા.*

*🚂🎭 ૯૪ માઈલની રેલવે શરૂ કરી,ઉપરાંત ટ્રામ્વે શરૂ કરી અને 🐎૧૮૮૯માં મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી. જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી.*

*👌🏻👉🏻🎥 ૧૮૭૮મા ગુજરાતની પ્રથમ નાટક મંડળી *‘આર્ય સુબોધ નાટક કંપની’*’ કે જેમાં હળવદના પ્રખ્યાત નાટય કલાકાર *દલપતરામ મહાશંકર દેરાશ્રી* રાજાપાઠમાં ચમકીને પ્રખ્યાત થયા હતા.*
*🕉🕉 મચ્છુ નદીના કાંઠે સ્થાપિત પ૦૦ વર્ષ પુરાણું સ્વયંભૃ શિવલિંગ ધરાવતા શંકર આશ્રમના નિલકંઠ મહાદેવ મંદિરનો ઈતિહાસ પણ અતિ રસપ્રદ અને પૌરાણિક છે. આ શિવાલયના જીર્ણોધ્ધાર માટે મોરબીના રાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો કર્યો હતો.*

મણીમહેલ અથવા મણીમંદિર

*🎯🎯🎯❤️🕍 મણીની યાદમાં મણીમહેલ અથવા મણીમંદિર બનાવ્યુ તેથી ‘‘સૌરાષ્ટ્રના શાહજહાં’’ તરીકે ઓળખાય .👑*

તેમણે મોરબીની સુશોભિત બાંધણીની બજાર બાંધી.*

*🚰🚰 મોરબીમાં ઘરે ઘરે નળ આપ્યા,

પાડાપુલ – સામાકાંઠે

પાડાપુલ – સામાકાંઠે

⛓⚙️⛓ મચ્છુ નદી પર ઝૂલતો પુલ બાંધ્યો ને પુલના બંને છેડે કાંસાના બે આખલાના બાવલા મુકાવ્યા.*

*🏮🏮 વડહાઉસ નામનો લોખંડનો ટાવર (ગ્રીન ટાવર)બાંધ્યો,*

*✈️🚘 કાઠિયાવાડમાં પોતે પ્રથમ વિમાન અને 🚘ફોર્ડ મોટર લાવ્યા*

બાપુનું બાવલું

*⚡️📞☎️ પોતાની પ્રજાને લાઈટ અને ટેલિફોનની સુવિધા આપી,*

*🐎🎠🎠 ઇ.સ. ૧૯૦૬માં ઘોડા પર સવાર પોતાનું બાવલું મુકાવ્યું*

*🗿🎢 દષ્કાળ વખતે રાહત કાર્ય શરૂ કરી પાંચ હજાર માણસોને ઉગારી લીધા હતા .*

*🎢🗺 મચ્છુ નદીના પૂલ પર એક છેડે આખલાનું પુતળુ તથા બીજા છેડે હણહણતા અશ્વનું સ્ટેચ્યુ મૂકાવ્યું. ચાર લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલા આ પૂલને લોકો ‘‘પાડાપૂલ’’ તરીકે ઓળખે છે*

☯️ ૧૧ – ૦૬ – ૧૯૨૨ના રોજ તેમનું દેહાવસાન થયું .

*☯️ મણી મંદિર સ્થાપત્યનો એક અદભૂત નમુનો છે જે ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલ છે, જે Wellingdon Secretariat ના નામે પણ ઓળખાય છે.

વાઘ મહેલ તરીકે ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા શ્રી વાઘજી ઠાકોરે બનાવેલ છે.

૧૩૦ રૂમ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે.
ત્યારના સમય માં ૩૦ લાખનો માતબર કહી શકાય તેવો ખર્ચો તેના બાંધકામમાં થયો હતો.*

RELATED ARTICLES

Most Popular

Recent Comments