Wednesday, September 27, 2023
Home Food થોડા જ દિવસમાં વજન ઓછું કરવા માટે પરફેક્ટ ડાયેટ પ્લાન..

થોડા જ દિવસમાં વજન ઓછું કરવા માટે પરફેક્ટ ડાયેટ પ્લાન..

આ સમય માં અડધા થી વધારે દુનિયાના લોકો મોટાપા થી પરેશાન છે. તો વજન ઓછો કરવામાં અમે તમારી મદદ કરી શકીયે છીએ, પરંતુ તેના માટે તમારે અમારા આ સુજાવો પર અમલ કરવો પડશે.

– સવારે ઉઠો એટલે તરત પાણી પીવું. ઓછા માં ઓછું 2 ગ્લાસ અને વધારે માં વધારે 1 લીટર પાણી હૂંફાળું હોઈ તો વધારે ઉત્તમ ગણાય.

– નાસ્તા માં ઓટ્સ લેવા. સાદા ઓટ્સ માં કાંદા, લસણ, તજ, કલોનજી નાખી ને બનાવવા. મોસમ પ્રમાણે ના બધાજ શાકભાજી નો ઉપયોગ પણ કરી શકો.

– ક્યારેક નાસ્તા દહીં અને બાફેલું બટાકા લઇ શકો. તેમાં તમને ગમતા મસાલા સાથે લીલા ધાણા નો ઉપયોગ કરવો.

– રોજ સવારે 5 બદામ ખાવી રાત્રે પલાળવી અને સવારે ઉઠી ને ખાવી. બદામ માં ઓમેગા-3 નું પ્રમાણ ઘણું વધારે હોય છે જે વજન નો વજન ઉતારવામાં મદદરૂપ થઇ છે.

– રોજ સવારે ગ્રીન ટી લો. અથવા તુલસી, તજ, ફુદીનો, એલચી, વગેરેની હર્બલ ચા બનાવી ને પીવો.

– બપોર ન ભોજન માં એક વાટકી બ્રાઉન રાઈસ, દાળ, સલાડ, લીલા શાકભાજી, મલ્ટી ગ્રેન લોટ માંથી બનેલી એક-બે રોટલી લો.

– સાંજે ગ્રીન ટી ની સાથે શેકેલા ચાના, ફણગાવેલા કઠોળ વગેરે લઇ શકો.

– રાત્રે ભોજન 7 થી 8 વાગ્યા વચ્ચે કરી લેવું. રાત્રે ભોજન માં એક વાટકી મિક્સ વેજ સૂપ, એક વાટકી સલાડ, અથવા એક મોટી વાટકી પપયું અથવા બાફેલા શાકભાજી લેવા જેમાં કાંદા અને લસણ નો સમાવેશ જરૂર કરવો.

– રાત્રે જમવા અને ઊંઘવા વચ્ચે 2-3 કલાક નો સમયગાળો રાખવો. રાત્રે જમ્યા પછી કશું બીજું ખાવું નહીં. રાત્રે એકદમ હળવું ભોજન લેવું.

– રાત્રે સુતા પહેલા એક મોટા કપ ગરમ પાણી માં પીસેલી કલોન્જી અડધી ચમચી નાખી ચા ની જેમ ધીમે ધીમે પીવું. જો તમે કલોન્જી નો ઉપયોગ કરવા ના માંગતા હોય તો સાદું ગરમ પાણી પીવું.

વજન ઘટાડવાના નુસખા:

– સવારે ઉઠી ને અડધી કલાક ની અંદર નાસ્તો જરૂર કરી લેવો. અને સુરજ આથમ્યા પછી કાર્બોહાઇડ્રેડ બિલકુલ ના લેવું અથવા ઓછી માત્ર માં લેવું.

– દેશી ઘી માં સારી ચરબી હોય છે. જે શરીર માં જરૂરી છે તમારી ડાયેટ માં દિવસ માં 10-15 ગ્રામ દેશી ઘી ને શામિલ કરો.

– દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી જરૂર થી પીવો. ખાય ને તરત પાણી ક્યારેય ના પીવું.

– લીંબુ નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરો,જયારે મોકો મળે લીંબુ પાણી જરૂર થી પીવું. એપ્પલ સાઇડર વિનેગર, લીંબુ, કલોન્જી, મોસંબી, બ્રોકલી, બદામ, જેવી વસ્તુઓ શરીર ની ચરબી ને ઓછી કરવામાં મદદ કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments