અમદાવાદઃ લીમડાના પત્તા ભોજનનો ટેસ્ટ વધારવા માટે વપરાય છે. જોકે, લીમડો માટે ટેસ્ટ વધારનાર જ નહીં પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. લીમાડાના જૂના સમયના લોકો ખાલી પેટે ચાવી જતા હતાં, આ રીતે ચાવવાથી તેના અનેકગણા ફાયદા મળે છે…
તે ત્વચા, વાળ, પાચનતંત્ર તથા વજનને ઘટાડવામાં મદદરૂપ છે. લીમડામાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. લીમડાના ઉપયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ તથા વજન કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવાની વાત કરવામાં આવે તો લીમડો મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે, જેથી ઝડપથી વજન ઘટે છે.
વજન ઘટાડવામાં લીમડાના પતા કેવી રીતે ફાયદો કરે છે?
પાચનમાં સુધારો કરે છેઃ લીમડાના પત્તા સવારે ખાલી પેટે ખાવામાં આવે તો પાચનતંત્રમાં સુધારો કરે છે. લીમડો પાચનમાં એન્જાઈમો ઉત્તેજીત કરે છે. અપચાની સમસ્યાને અટકાવે છે. એક સારું પાચનતંત્ર વજન ઓછું કરવા માટે સૌથી મહત્વનું છે.
શરીરને ડિટોક્સ કરે છેઃ લીમડાને ચાવવાથી અથવા ખાવાથી શરીરની નિયમિત રીતે સફાઈ થાય છે. શરીરમાંથી હાનિકારક વિષાક્ત પર્દાથોને નીકાળે છે. કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટ 5થી 10 લીમડાના પાન ચાવવા જોઈએ.
એન્ટી ઓબેસિટી પ્રભાવઃ લીમડામાં મહાનિમ્બ હોય છે, જે એલ્કાલોઈડ જેમાં ઓબેસિટી તથા લિપિડ ઓછું કરવાનો પ્રભાવ રહેલો છે. આ પ્રકારે લીમડાના પત્તા ખાવામાં આવે તો માત્ર વજન જ ઓછું નથી થતું પરંતુ કોલેસ્ટ્રોલ તથા ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર પણ ઓછું થાય છે. આટલું જ નહીં એક્સપર્ટ્સના મતે, લીમડો સુગરને કંટ્રોલમાં કરીને ડાયાબિટીઝમાં પણ હેલ્પફૂલ થાય છે.
એન્ટી ઓક્સિડેન્ટ તથા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂરઃ લીમડામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, એન્ટી ઈફ્લેમેટરી, એન્ટી માઈક્રોબિયલ, એન્ટી કાર્સિનોજેનિક તથા હેપેટોપ્રોટેક્ટિવ ગુણ હોય છે. આ તમામ ગુણ તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે લીમડાનો આ રીતે ઉપયોગ કરોઃ તમે લીમડો દાળ, શાક કે ભાતમાં નાખી શકો છો. આ ઉપરાંત માત્ર લીમડો ચાવી પણ શકો છો. તમે લીમડાને પાણીમાં નાખીને પણ પી શકો છો. સવારે ખાલી પેટે આ પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે.
લીમડાની ચાઃ સૌ પહેલાં 10-12 નંગ લીમડાના પાન લો અને તેને સાફ કરી લો. પછી પાણીમાં ઉકાળો. થોડી મિનિટ્સ ઉકાળ્યા બાદ પાણીને ગળી લો. સ્વાદ વધારવા માટે લીંબું અને મધ ઉમેરી શકો છો. બ્રશ કર્યાં બાદ રોજ આ પાણી પીઓ.
નોંધઃ આ આર્ટિકલ માત્ર માહિતી માટે છે. લીમડાનું સેવન કરવાથી વજન ઘટશે, તે તમામની પ્રકૃતિ પર આધાર રાખે છે. લીમડાની પાનની સાથે સાથે ડાયટ તથા વર્કઆઉટ કરવું આવશ્યક છે. ઉપરાંત લીમડો દરેકને માફક આવે તે જરૂરી નથી. તમારા શરીરની પ્રકૃતિ જોઈને લીમડાનું સેવન કરવું.