વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે. ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે.
પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે. લેપ કરવાથી માથાની તાલ મટે છે.
લીમડાના પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે. વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે. ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.