ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. અમે તમને જણાવશું કે વાસ્તુ મુજબ ઘરમાં કેવા ચિત્રો રાખવા જોઈએ અને કેવા નહિ.
* ઘરમાં ફળ-ફૂલ કે હસતા બાળકોની તસ્વીરો જીવન શક્તિનું પ્રતિક છે. આ પ્રકારની તસ્વીરોને પૂર્વ કે ઉતર દિશામાં લગાવવી.
* સુવાની રૂમમાં પૂર્વ દિશા તરફ વચ્ચે સમુદ્રની તસ્વીર લટકાવવી.
* રસોડામાં અન્નપૂર્ણા માતાની તસ્વીર રાખવી શુભ માનવામાં આવે છે.
* કુબેર અને લક્ષ્મીના ફોટાઓ ઉત્તર દિશામાં લગાવવા જોઈએ. આ પ્રકારે લગાવવાથી ઘન લાભ થવાની સંભાવના છે.* ડગમગાતી હોડી કે ડૂબેલ જહાજની તસ્વીરો ઘરમાં ન રાખવી.
* દામ્પત્યજીવન સુખી રહે તે માટે ઘરમાં અથવા બેડરૂમમાં રાઘા-કૃષ્ણની તસ્વીરો લગાવવી.
* વાંચવાની રૂમમાં દેવી સરસ્વતી, હંસ, મોર, પુસ્તક, માછલી, વીણા કે મહાપુરુષોની તસ્વીરો લગાવવી.
* ઘરમાં મહાભારતનો ફોટો ક્યારેય ન રાખવો. આ લોકોના વિચારોને ખરાબ કરે છે. યુદ્ધવાળી તસ્વીર રાખવાથી લોકોનો સ્વભાવ ચીડચીડો બની જાય છે.
* વ્યાપારમાં સક્સેસ થવા માટે જો ઘરમાં બિઝનેસરૂમ હોય તો તેમાં સક્સેક થયેલા લોકોના ચિત્ર લગાવવા. આમને જોયને આપણામાં સેલ્ફ-કોન્ફિડન્સ આવે છે.
* ઘરમાં જુડવા બતકો કે હંસની તસ્વીરો લગાવવી શ્રેષ્ઠ છે. આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
* હિંસક જાનવરોની તસ્વીરો તો ક્યારેય ન રાખવી. રાત્રે આના ખરાબ સપના પણ આવી શકે છે. ઉપરાંત આનાથી ઘરમાં કલેશ વધે છે.
* રસોઈઘરના ખૂણામાં ઋષિ-મુનિઓની તસ્વીરો લગાવવી જોઈએ.
* ઉત્તરપૂર્વમાં શૌચાલય હોય તો તેની બહાર સિંહ ની તસ્વીર લગાવવી.