Wednesday, September 27, 2023
Home Know Fresh વાવાઝોડું અને પુરની સ્થિતીમાં આટલુ કરો, સાવચેતી રાખવા અપીલ..

વાવાઝોડું અને પુરની સ્થિતીમાં આટલુ કરો, સાવચેતી રાખવા અપીલ..

વાવાઝોડું અને પુરની સ્થિતીમાં આટલુ કરો,
સાવચેતી રાખવા અપીલ..

વાવાઝોડા અને પુર જેવી કુદરતી આફતની પરિસ્થિતિ ઉદભવે તો વાવાઝોડા અને પુર પહેલા, વાવાઝોડા અને પુર દરમ્યાન અને વાવાઝોડા અને પુર પછી લોકોએ કેવી સાવચેતી જાળવવી તે અંગે ફાયર અને ઇમરજન્સી વિભાગે માહિતી આપી હતી.

વાવાઝોડા અને પુર પહેલા……
વાવાઝોડા અને પુરને લગતી ખોટી અફવા ફેલાવવી નહી.
શાંતિ પૂર્વક ગભરાયા વગર બધી બાબતો ધ્યાનમા રાખવી.
વાવાઝોડા અને પુરની પરિસ્થિતિ સર્જાય એ પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી.
દ્યરના બારી-બારણા તથા છાપરાનું મજબુતી કરણ કરવું.
જો વાવાઝોડું કે પુર આવે તો વીજળી અવર-જવરના પ્રશ્નો થતા હોય તે માટે પોત-પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા,
આ માટે બેટરીથી ચાલતા રેડિયો વાપરવા.
વાવાઝોડા કે પુરની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરી લેવું.
સ્થળાંતર કરવા માટે સરકાર તરફથી સુચના મળે તો અવશ્ય પાલન કરવું.

વાવાઝોડા અને પુર દરમ્યાન…..
વાવાઝોડા અને પુર દરમ્યાન જર્જરિત બિલ્ડીંગો કે મકાનો અથવા વૃક્ષ નીચે આશ્રય લેવો નહી.
વાવાઝોડા અને પુર દરમ્યાન બહાર નીકળવાનું ટાળો.
જો આ સમયે દ્યર ખાલી કરવાની સુચના ન મળી હોઈ તો દ્યરના મજબુત ભાગમાં આશરો શોધી અંદરજ રહેવું જોઈએ.
વાવાઝોડા અને પુર સમયે રેલ્વે અને દરિયાઈ મુશાફરી કરવી નહિ.
માછીમારો એ દરિયામાં જવું નહી અને હોડીઓને સલામત સ્થળે રાખવી.
બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળવું.
વાવાઝોડા અને પુર બાદ…..
વાવાઝોડા અને પુર પછી નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ કરવો નહી.
ઈજા પામેલાઓને તાત્કાલિક દવાખાને ખસેડવા.
ફોનનો ઉપયોગ જરૂરિયાત પુરતો જ કરવો.
જો દ્યરમાં કોઈ પણ પ્રકારની નુકશાની ન થય હોય તોજ તે દ્યરમાં રહેવું.
બહાર નીકળતા પહેલા વાવાઝોડું કે પુર પસાર થય ચૂકયું છે કોઈ જાતનો ડર નથી તોજ દ્યરની બહાર નીકળવું.
સ્થાનિક અધિકારીઓની સુચના મળે તેમનું અચૂક પાલન કરવું જોઈએ.
કપડા જરૂરી દવાઓ કીમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો, વગેરેને વોટરપ્રૂફ પેકીંગમાં બાંધી સાથે રાખવા. અને ઘર ઉપયોગી સાધનો ઉંચે મૂકી રાખો.
પુરના પાણી ગટર દ્વારા દ્યરમાં ન દ્યુસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટરો બંધ રાખવી.
ઘર છોડતા પહેલા વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર અચૂક બંધ કરવા.
ઘરને તાળું મારી બંધ કરો અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચવું.
લોકો અને પશુઓ સલામત આશ્રય લઇ શકે તેવા ઉંચા સ્થળે સ્થળાંતર કરવું.
અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો.
બાળકો ને ભૂખ્યા ના રાખવા જોઈએ તાજો રાંધેલો અથવા સુકો ખોરાક ખાવો, ખોરાકને ઢાંકીને રાખવો.
આસપાસની જગ્યાએ જંતુમુકત રાખવા ચૂનો અને બ્લિચિંગ પાવડરનો છંટકાવ કરવો.
આરોગ્ય વિભાગની સુચના મુજબ ઉકાળેલું જ પાણી પીવાનો અથવા પાણીને જંતુમુકત કરી પીવું જોઈએ.
કલોરીનયુકત પાણી પીવું જોઈએ. મલેરિયા થી બચવા માટે મચ્છરદાની નો ઉપયોગ કરો..

કલ્પેશસિંહ ઝાલા – Trained in Gujarat Institute Of Disaster Management – 2015

RELATED ARTICLES

Most Popular

Recent Comments