Friday, December 1, 2023
Home Health શરીરની નસો બ્લોક થઇ જાય ત્યારે આ ચૂર્ણ લો, જાણો કેવી રીતે...

શરીરની નસો બ્લોક થઇ જાય ત્યારે આ ચૂર્ણ લો, જાણો કેવી રીતે બનાવશો…

પહેલા આ સમસ્યા ૬૦-૭૦ની ઉંમરમાં જોવા મળી હતી. પરંતુ હાલ આ સમસ્યા નાના બાળકોથી લઇને દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે. જેના માટે તમે અનેક દવાઓનું સેવન કરો છો. પરંતુ કોઇ ફરક પડતો નથી. જેના માટે અમે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે બ્લોક નસોને ખોલી શકો છો.

જે વસ્તુઓ તમને ઘરે સહેલાઇથી મળી શકશે. Deep vein thrombosis એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં DVT થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિધ્ન આવે તો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય છે.

જે વધારે સાથળ અને પગમાં થાય છે. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે. વર્તમાન સમયમાં ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી. ત્યારે ઘણી વખત તેના માટે ખાન પાનની ખોટી આદતો કે બેઠાડુ જીવનશૈલીના કારણે શરીરના વિવિધ ભાગોની નસો બ્લોક થઈ જવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શરીરના વિવિધ ભાગોમાં જ્યારે નસ બ્લોક થઈ જાય ત્યારે જેતે વ્યક્તિને મોંઘી એલોપેથિક સારવાર લેવાની મજબૂરી ઉદ્ભવે છે.પરંતુ ઘણી વખત માથાથી લઈને પગ સુધીમાં શરીરના વિવિધ ભાગોની નસ બ્લોક કરવા માટે ઘરેલુ ઉપાય પણ કારગત નીવડતો હોય છે.

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરમાં પડેલી વસ્તુઓથી તમે બ્લોક નસોને ખોલી શકો છો. ઘરેલુ ચીજવસ્તુ દ્વારા એક પાવડર બનાવી અને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. ચાલો તેને બનાવતા શીખીએ.

સામગ્રી… ૧ ગ્રામ તજ, ૧૦ ગ્રામ કાળા મરી ,૧૦ ગ્રામ મગજતરીના બી ,૧૦ ગ્રામ સાકર આખી ,૧૦ ગ્રામ અખરોટ ,૧૦ ગ્રામ અળસી…

બનાવવાની તથા સેવન કરવાની વિધિ…

સામગ્રીની તમામ વસ્તુઓ મિક્સરમાં પીસી લેવી અને પાવડર તૈયાર કરી લેવો. આ પાઉડરના છ ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું ખાલી પેટે નવશેકા પાણી સાથે લેવું. એક કલાક સુધી કોઈ જ ખોરાક ન લેવો, ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments