હવે ત્રણ દિકરી સુધી લાભ મેળવી શકાશે. ગુજરાત રાજ્યમાં દિકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019-20ના બજેટમાં વ્હાલી દિકરી યોજના મંજુર કરવામાં આવી છે.
આ યોજના 2 ઓગસ્ટ 2019થી અમલમાં આવી હતી એટલે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર હતો.આ યોજનામાં પહેલા બે દિકરીઓ પછી મહિલાએ નસ બંધનું ઓપરેશન ફરજીયાત હતું.
આ યોજનામાં હવે સરકાર ફેરફાર કર્યો છે અને ત્રણ દિકરી સુધીની છુટછાટ અને નસ બંધનું ઓપરેશન ફરજીયાત પર પ્રતિબંધ કર્યો છે. આ યોજનામાં ફેરફાર કરવાથી વધુ લોકો હવે આ યોજનાનો લાભ લઈ શકાશે. આ યોજનામાં મળવા પાત્ર સહાય..
• દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000 મળશે.
• દિકરીઓના નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.6000 મળશે.
• દિકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ, લગ્ન સહાય તરીકે રૂ.1,00,000 મળશે.
આ યોજના માટેનું ફોર્મ મહિલા અને બાળ વિકાસ કચેરીથી મેળવી શકાશે..
Source – Divya Bhaskar