Monday, October 2, 2023
Home Gadget Vi બન્યું ભારતનું સૌથી ફાસ્ટ મોબાઈલ નેટવર્ક

Vi બન્યું ભારતનું સૌથી ફાસ્ટ મોબાઈલ નેટવર્ક

Vi બન્યું ભારતનું સૌથી ફાસ્ટ મોબાઈલ નેટવર્ક

ભારતીય અગ્રણી ટેલિકોમ કંપની VI (Vodafone Idea) એ ભારતની સૌથી ફાસ્ટ મોબાઈલ નેટવર્ક કંપની તરીકે ઉભરી આવી છે. 2020ના ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

નેટવર્ક એનાલિસ્ટ અને સ્પીડ ટેસ્ટ ફર્મ Ookla મુજબ VIની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 13.47Mbps હતી, જ્યારે સરેરાશ અપલોડ સ્પીડ 6.19Mbps હતી.

VI(Vodafone Idea) પછી ફાસ્ટ નેટવર્ક મામલે બીજા નંબર પર Airtel છે. આ કંપનીની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 13.58Mbps રહી હતી, જ્યારે તેની સરેરાશ અપલોડ સ્પીડ 4.15Mbps હતી.

ફાસ્ટેસ્ટ નેટવર્કના મામલામાં રિલાયન્સ જિઓ ત્રીજા નંબરે છે. રિલાયન્સ જિઓની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.71Mbps હતી, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં સરેરાશ અપલોડ સ્પીડ 3.41Mbps હતી.

Jioએ ઉપલબ્ધતામાં મારી બાજી.

ભારતમાં 4 જી ઉપલબ્ધતા મામલે રિલાયન્સ જીઓ 99.7 ટકા 4G ઉપલબ્ધતા સાથે નંબર-1 પર છે જ્યારે એરટેલ 98.7% સાથે બીજા નંબરે છે, ત્રીજા નંબરે VI છે જેની 4G ઉપલબ્ધતા 91.1% છે

સોર્સ

RELATED ARTICLES

Most Popular

Recent Comments