રાજ્યના મહાનગરોની વચ્ચે આવેલું એક માત્ર શહેરી જંગલ : ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક.. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં ફેલાયેલ, આ શહેરી જંગલને નેશનલ પાર્ક તરીકે વિકસાવી શકાય..
ભાવનગરનો વિકટોરિયા પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ઉદ્દગમસ્થાન છે, તો પક્ષીઓની પણ અનેક વિવિધતા છે. ભૌગોલિકતાની દ્રષ્ટિએ અને કુદરતી સૌંદર્યમાં આ પાર્ક બેજોડ છે. અંદાજિત 202 હેક્ટર જમીનમાં પથરાયેલા આ પાર્કથી સવા છ લાખ જેટલા શહેરીજનોને સ્વચ્છ ઓક્સિજન મળે છે.
આ પાર્કની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ 24મી મે, 1886ના રોજ કરી હતી. રાજયના મુખ્ય ઈજનેર પ્રોકટર સીમ્સની દેખરેખ હેઠળ આ પાર્કમાં અનેકવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તો સાથો સાથ જુદા-જુદા પ્રકારના વન્ય પ્રાણીઓને પણ છૂટા મુકવામાં આવ્યાં હતાં.
દેશ આઝાદ થયા બાદ આ પાર્કની જગ્યા વન વિભાગ હસ્તક સોંપવામાં આવી હતી. રાજ્ય પ્રકૃતિનું સાનિધ્ય માણી શકે છે. પાંચ હેક્ટર વિસ્તારમાં નર્સરી પણ છે.
તો સંશોધનો પણ થાય છે. ત્યારે થોડા વર્ષ પૂર્વે આગના બનાવો અને તે પહેલાં બિલ્ડર લોબીની પેશકદમીને કારણે આ પાર્કની ગરિમા થોડી ઝંખવાણી તે તેમાં ઝડપભેર વધારો કરવા આ પાર્કને નેશનલ પાર્ક તરીકે જાહેર કરી ડેવલપ કરે તો પર્યાવરણ પ્રેમીઓને એક સરકારે પણ રક્ષિતવન જાહેર કર્યું હતું.
આ પાર્કની જમીનની ફળદ્રુપતા જોતાં કાંટાળા નાના વૃક્ષો વધુ પ્રમાણમાં ઉગે છે, તો નજીકમાં બોરતળાવ છે, ઉપરાંત વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તળાવ છે. આ તળાવ ત્રણેક દાયકા પૂર્વે ખોદવામાં આવ્યું હતું. આ તળાવ જળચર સૃષ્ટિ માટે નિવાસસ્થાન છે. આ સિવાય ભોજનશાળા પણ છે. નરસરી પણ છે,
બગીચા પણ છે, હવે જો યોગ્ય સ્તરે વિકાસ કરવામાં આવે તો પ્રકૃતિપ્રેમીઓ માટે આ પાર્ક તો એક વિશાળ જિવંત પ્રયોગશાળા ઉપરાંત સાચું અને સારું વિહાર ધામ બની જશે. ભાવેણાની હરિયાળીનું એક મુખ્ય કારણ વિક્ટોરિયા પાર્ક..
ભાવનગર શહેરમાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર છે. અને રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે. તેનું એક મુખ્ય કારણ શહેરમાં આવેલો વિક્ટોરિયા પાર્કનો જંગલ વિસ્તાર છે. મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 202 હેક્ટર વિસ્તારમાં આવેલા વિક્ટોરિયા પાર્કમાં પ્રતિ એક હેક્ટરે વૃક્ષોની સંખ્યા 1052 છે.
જ્યારે શહેરી વિસ્તારમાં પ્રતિ એક હેક્ટરે આ સંખ્યા માત્ર 50.1 વૃક્ષની જ છે. પણ આ બન્નેનો ભેગા કરતા સમગ્ર શહેરમાં પ્રતિ એક હેક્ટરે વૃક્ષોની સંખ્યા 89.5 થાય છે. કુલ 422 પ્રકારની વનસ્પતિઓની નોંધણી.. પણ આ આક્ડા 2018 ન હોય હવે આ આક્ડો વધ્યો હશે..
વિક્ટોરિયા પાર્કમાં વનસ્પતિ શાસ્ત્રીઓએ કુલ મળી 422 જાતની વનસ્પતિઓની નોંધ કરી છે. તેમજ તેના નામ, કુળ, પરિસ્થિતિ, ફુલ અને ફળનો સમય પણ નોંધ્યો છે. 422 વનસ્પતિઓમાં 241 હર્બ, 67 વનસ્પતિ, 69 વૃક્ષો અને 45 વેલા હતા. આ 422માં 350 દ્વિદળી અને 72 એકદળી વનસ્પતિની જાતિ હતી.
પાર્કની આર્થિક ઉપયોગિતા…
વિક્ટોરિયા પાર્કની વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતાની વાત કરીએ તો બધી જ વનસ્પતિઓ માનવ અને પ્રાણી જગત માટે એક યા બીજી રીતે ઉપયોગી તો છે જ.
જે તે રોગ માટે ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિઓમાં આ પાર્કમાંથી ગળો, ગોખરૂ, બીલી, કોઠી, ભાંગરો, મામેજવો, ઇંગોરિયો, વિકળો, અરડૂસી, અરડૂસો, કરંજ, ગરમાળો, સાટોડી, અશ્વગંધા, આંબળા, એલોવેરા, શતાવરી, શિમળો વિ. અનેક વનસ્પતિઓ પાર્કમાંથી મળી આવે છે. આખા ભાવનગર માટે કાર્બન શોષવાની કુદરતી વ્યવસ્થા..
આજે આખા વિશ્વમાં મહાનગરોમાં કાર્બનના શોષણ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને તેની પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર નસીબદાર છે કે તેને કુદરતે કાર્બનના શોષણ માટે વિક્ટોરિયા પાર્કની ભેટ આપી છે આથી તેનું રક્ષણ કરવું એ પ્રત્યેક શહેરીજનની ફરજ છે.
166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિનો વસવાટ..
વિકટોરિયા પાર્કમાં પક્ષી સૃષ્ટિ વિપુલ પ્રમાણમાં વિચરે છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ ચૂકી છે. તો સરિસૃપ વર્ગમાં ચાર પ્રકારના ઝેરી અને 13 પ્રકારના બિનઝેરી સાપ વસે છે. નીલગાય, ઝરખ, શિયાળ, સસલાઓ જેવા પ્રાણીઓ પણ છે.
ભાવનગરની જંતા હાલ પાર્ક મા લટાર મારવા કે સવાર સાંજ વોકિંગ માટે લોકો ઉપયોગ કરે છે..
પાર્ક ના મુખ્ય દરવાજે જ એક મેપનું બોર્ડ મારવામાં આવ્યું છે જ્યાંથી તમે આખો વિક્ટોરિયા પાર્કનો નકશો જોઈ શકો છો.
વિક્ટોરીયા પાર્કની અલગ અલગ જગ્યાએ ખુરશી પાણીનું પરબ વગેરે જેવા લાકડાના કલર જેવા સિમેન્ટ થી બનાવેલા છે.
વિક્ટોરીયા પાર્કની અલગ અલગ જગ્યાએ ખુરશી, પાણીનું પરબ, વગેરે જેવા લાકડાના કલર જેવા સિમેન્ટ થી બનાવેલા છે.
પાર્કમાં ચાલવાવાળા માણસો માટે અલગ અલગ જગ્યાએ બાંકડા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા છે.
તેમજ વિક્ટોરિયા પાર્કની દિવાલની બહારની સાઈડ 1723 બ્લોક તેમજ 1723 પેઇન્ટર સાથે 5197 Mt. 5.1 કિલોમીટર 17050 ફૂટ પેઇન્ટિંગ કરવામાં આવેલ જે વર્લ્ડ રેકોર્ડની એન્ટ્રી ભાવનગરના વિક્ટોરિયા પાર્કની દિવાલની બહારની સાઈડ પેન્ટિંગ કરવામાં આવેલ…
આભાર જો આ લેખ તમને ગમ્યો હોય તો મિત્રો ને જરુર સેર કરજો…