Monday, October 2, 2023
Home Story જાણો વિદેશની કઈ કઈ જગ્યા તમારા બજેટમાં છે, કરો બર્થડે પાર્ટી અને...

જાણો વિદેશની કઈ કઈ જગ્યા તમારા બજેટમાં છે, કરો બર્થડે પાર્ટી અને હનીમુન અને બનાવો  એકદમ યાદગાર…

આપણા ગુજરાતીને ફરવાની વાત આવે ત્યારે લોકો પહેલાથી ઓછી ખર્ચાળ ટ્રીપ વિશે જ વિચારે છે. લોકો વિચારે છે કે ઓછા પૈસામાં જો આપણને સારી ફોરેન ટ્રીપ મળે તો સારું, કેમ કે વિદેશ યાત્રાનું નામ આવેને લોકોને પોતાનું બેન્ક બેલેન્સ યાદ આવે છે. લોકો એમ વિચારે છે કે વિદેશ ટ્રીપમાં ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે છે, પરંતુ વિદેશ યાત્રાના નામથી ઘબરાવાની જરૂર તો નથી જ. હવે તમે ઓછા રૂપિયામાં પણ વિદેશ યાત્રા આરામથી કરી જ શકો છે.

ચાલો જાણેએ કે તમે ઓછા પૈસામાં ઈન્ડિયાથી બહાર કઈ-કઈ જગ્યાએ તમે જઈ શકો છે.

૧. વિયતનામ:

વિયતનામ એક સુંદર જગ્યા છે, અહીં તમને ઘણું બધું જોવા અને નવું નવું શીખવા પણ મળશે. અહીં લાખો લોકો ટ્રીપ માટે આવે છે. વિયતનામમાં રોકાવવા માટે રૂમનું એક દિવસનું ભાડું હજાર રૂપિયા થશે અને ખાવા-પીવાનો ખર્ચ લગભગ 800 રૂપિયા જેવો થશે. વિયતનામ ફરવા જવાનું વિચારતા હોય તો જઈ શકો છે.

૨. શ્રીલંકા:

શ્રીલંકા એક ખુબ જ સસ્તી અને સારી જગ્યા છે અહીં એક દિવસ રોકાવવાના 700-1000 રૂપિયા થશે અને ખાવા-પીવાનો ખર્ચો 300થી લઈને 1200 સુધી આવશે.

૩. ભૂટાન:

જો તમે પ્રકૃતિની નજીક જવા માંગતા હોય તો ભૂટાન ખુબ જ સારી જગ્યા છે. અહીં તમે નેચરનો ભરપૂર આનંદ લઇ શકો છે. અહીં તમને માનસિક શાંતિ મળે છે. અહીં એક દિવસનું રૂમનું ભાડું 1500 થી 2000 સુધી હોય છે અને ખાવા-પીવાનો ખર્ચો 100થી 400 રૂપિયા થાય છે.

અમે તમને ઓછા ખર્ચ ફરવા માટેની સારી-સારી જગ્યાનું નામ જણાવ્યું છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં ફરવા માટે જવું છે. ખર્ચમાં થોડું ઉપર નીચે થઇ શકે છે આવું માનીને જ ટ્રિપની યાજનાં બનાવવી.

૪. મલેશિયા:

જો તમારા બજેટમાં સારી જગ્યા જવાનું વિચારતા હોવ તો મલેશિયા સૌથી સસ્તી અને સારી જગ્યા છે, અહીં એક દિવસનો ખર્ચો લગભગ 600 રૂપિયા છે અને ખાવા-પીવાનો ખર્ચો 300 રૂપિયા જેટલો થશે.

૫. સિંગાપુર:

બીજી બધી જગ્યા કરતા સિંગાપુર થોડું મોંઘુ છે. અહીં એક દિવસના રહેવાના 1700 રૂપિયા થાય અને ખાવા પીવાનો ખર્ચો 500 રૂપિયાની આસપાસ થાય છે.

૬. માલદીવ્સ:

માલદીવ્સ એક સુંદર અને હસીન જગ્યા છે અહીં એક દિવસ રોકાવાનું ભાડું લગભગ 1500 રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચ 60-120 જેવો થાય છે.

૭. થાઈલેન્ડ:

થાઈલેન્ડ ફરવા જવા માટે સારી જગ્યા છે અહીં એક દિવસ રોકવાનો ખર્ચો લગભગ 1200 રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચ 200 રૂપિયા જેવો થાય છે.

૮. નેપાળ:

નેપાળમાં જવા માટે બહુ વિચારવાની જરૂર નથી. નેપાળમાં પણ તમે આરામથી ફરી શકો છે એ પણ ઓછા ખર્ચમાં. નેપાળમાં રૂમનું રોજનું ભાડું લગભગ હજાર રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચો લગભગ 500 રૂપિયા થાય છે.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments