પોલીસને મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિસ કરી અને આ દરમિયાન તેને એન્કાઉન્ટમાં ઠાર કરવામાં આવ્યો.
કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કર્યા બાદ ફરાર વોન્ટેડ પાંચ લાખના ઈનામી ગેંગસ્ટર વિકાસ દુબેને આજ સવારે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, એસટીએફની ટીમ વિકાસ દુબેને જ્યારે મધ્યપ્રદેશથી કાનપુર લઈને આવી રહી હતી તે સમયે જે ગાડીમાં વિકાસ દુબે બેઠો હતો, તે ગાડીનો એક્સીડન્ટ થઈ ગયો. પોલીસને મળતી માહિતી અનુસાર,
આ અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિસ કરી અને આ દરમિયાન તેને એન્કાઉન્ટમાં ઠાર કરવામાં આવ્યો.
કાનપુરના એસએસપી દિનેશ કુમાર પ્રભુએ જણાવ્યું કે, એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દરમિયાન વિકાસ દુબેે કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી ફાયરિંગ કરી ભાગવાની કોશિસ કરી.
આ સમયે એસટીએફની બીજી ગાડીઓ ત્યાં આવી પહોંચી અને પોલીસે જવાબી ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી. આ ઘર્ષણમાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે, તેમાં એક ઈન્સપેક્ટર, એક એએસઆઈ અને બે સિપાઈ સામેલ છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અઠવાડીયા પહેલા હિસ્ટ્રીશીટર અપરાધી વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર વિકાસ દુબે અને તેના સાથીઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા, જ્યારે 7 ઘાયલ થયા હતા. આ ઘટનાએ ઉત્તર પ્રદેશને હચમચાવી નાખ્યું…
વિકાસ દુબેના શબને ઘર્ષ બદ હેલટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. એસએસપી અને હોસ્પિટલના ડોક્ટરોએ વિકાસ દુબેના મોતની પષ્ટિ કરી છે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટી કરી છે.