શારીરિક તથા માનસિક થકાવ દૂર કરવા માટે દરરોજ ૧૦ થી ૨૦ મિનિટ કરો આ આસન!
દિવસભર ઓફિસમાં બેસવાનું હોય અથવા ઘર બહાર ભાગદોડનું કામ, બંને જ શારીરિક તથા માનસિક રૂપથી થકાવી દે છે. તેને દૂર કરવા માટે દરરોજ ૧૦ થી 20 મિનિટ આ આસનની કસરત કરી મગજને શાંતિ કરી શકાય છે. તેમજ શરીરના અન્ય ભાગોને પણ આરામ આપે છે.
Relieve Stress –
Legs-Up-the-Wall Pose Viparita Karani Yoga Pose ( વિપરીત કરની યોગા આસન )
વિધિ :
આ આસન કરવા માટે દીવાલથી 3 ઈંચ દૂર આસન પાથરી પગને દીવાલ તરફ રાખી બેસો. આસન પર પીઠના ભાગે સૂઈ જાઓ અને પગને દીવાલ પર ઊંચા કરો. હાથને શરીરથી દૂર જમીન પર રાખો અને હથેળીને ઉપરની તરફ રાખો. હવે શ્વાસ છોડવાની સાથે માથું, ગરદન અને કરોડરજ્જુ જમીનને અડાડો. આ મુદ્રામાં 15 મિનિટ રહો અને પછી સામાન્ય અવસ્થામાં બેસી જાઓ. આ આસન આપ સૂતા પહેલા કે પછી સાંજે પણ કરી શકો છો.
લાભ –
આ આસનની મદદથી હાર્ટ બિટ બરાબર ચાલે છે.
મગજની નસો પણ યોગ્ય રીતે કામ કરે છે.
વર્કઆઉટ પગને આરામ આપે છે અને મનને શાંત કરે છે,
આ વર્કઆઉટ અનિંદ્રાની સમસ્યાને દૂર કરે છે. માથા સુધી ઓક્સિજનનો પ્રવાહ હોય છે જેનાથી તણાવ દૂર થાય છે,
જે મહિલાઓ આખો દિવસ હિલ ધરાવતા ચપ્પલ પહેરે છે તેમણે આ કસરત જરૂરથી કરવી જોઈએ, તે પગને આરામ પહોંચાડશે,
લોહી પરિભ્રમણમાં સુધારો થશે, પગનો સોજો ઘટશે અને તેમાં પગ ભારે લાગશે નહીં, પગની નસને આરામ પહોંચશે,
પાચનક્રિયામાં સુધારો થશે,
મન શાંત રહે છે, આંખ અને નાક સંબંધી રોગોમાં ઘટાડો આવે છે.
–ધ્યાનમાં રાખો —
પગને સંપૂર્ણ રીતે દીવાલ સાથે જોડી દો. સ્લિપ ડિસ્ક, હાઈ બ્લડપ્રેશર અને કરોડરજ્જુમાં કોઈ તકલીફ છે,
તો તેને કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો, જો
પગમાં વધુ ખેંચતાણ અનુભવાય તો તેને જરૂરિયાત મુજબ વાળી લેવા, તેમજ બળપૂર્વક કંઈજ કરવું નહીં. કોઈ તકલીફ પડે તો પાછું નોર્મલ પોજીશનમાં આવી જવું…
-Disclaimer – Any yoga pose or general information of health from are not intended to diagnose, treat, cure or prevent any disease. Expert Advice is for educational use and general information only and should not be a substitute for the medical advice of your own doctor or any other health care professional.