વાયરલ બિમારી અને કોરોનાના કેટલાક લક્ષણોમાં સામ્યતા હોવાથી જાતે દવા ન લેવી હિતાવહ..
બેવડી ઋતુમાં તબીબોની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ, જો કોરોના પોઝીટીવ હોય તો ઘરના અન્ય સદસ્યોને પણ સંક્રમણ નો ભય રહે છે
Image Source
સિહોર સાથે જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય તાપ અને મોડી રાત્રે અનુભવાતા બેવડી ઋતુના કારણે સીઝનલ વાયરલ ઈન્ફેકશનની બીમારીનું પ્રમાણ વધ્યું છે.
આવી બીમારીઓમાં પણ કોરોનાને લગતા લક્ષણો છે. તેને લઈને દર્દીઓ ભીતી સેવી રહ્યા છે. આવા સંજોગોમાં જાતે દવા લેવાથી ખતરો વધી શકે છે.
તાવ, ખાંસી અને ગળામાં દુખાવો કે શરીરમાં કળતર જેવા લક્ષણો આ વાયરલ બીમારીમાં સામાન્ય હોવાથી સચોટ ઈલાજ ન થતા સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે નિષ્ણાંત તબીબોની સલાહ જરૂરી બને છે.
જિલ્લામાં છેલ્લા છ માસથી કોરોનાના કેસ વધવા સાથે ઘણા દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આવામાં સંક્રમણાથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઋતુ સંક્રમણના કારણે વાયરલ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
કેટલાક કિસ્સામાં વાયરલ ઈન્ફકેશનની બીમારીમાં કોરોનાના ભય હેઠળ દવાખાને દોડી તબીબ પાસે સારવાર કરાવે છે.
તો કેટલાક લોકો ખરેખર કોરોના હોય તો સામાન્ય તાવ ગણીને દર્દીઓ શરૃઆતના કેટલાક દિવસો જાતે જ દવા લેવાનું શરૂ કરી દે છે.
જેમાં કેટલાક વખત જે બિમારી હોય તે વકરે છે અને તેની અસરકારક સારવાર થવામાં વિલંબ થઈ જાય છે. ઉપરાંત કોરોના હોય તો ઘરના અન્ય સદસ્યને પણ સંક્રમણનો ખતરો ઉભો થાય છે.
વર્તમાન સમયમાં સામાન્ય વાયરલ બીમારી સમજીને દર્દીએ જાતે દવા લેવાનું ટાળવું જોઈએ. જો કોરોનાના લક્ષણો લગતા હોય તો કોરોના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરાઈ છે ત્યાં સરકારના નિયમોની ચુસ્ત અમલવારી માસ્ક પહેરવું,
સામાજીક અંતર જાળવવું અને પહેલા ટેસ્ટ કરાવી લેવું જોઈએ જેથી કોરોના છે.
તે સ્પષ્ટ થઈ જાય અને જો કોરોના નેગેટીવ હોય તો અન્ય બીમારી અંગે પણ ટેસ્ટ કરાવી અને એ મુજબની સારવાર કરાવી શકાય અત્રે ઉલ્લેખનિય છે કે,
કોરોના સિવાયની બીમારી લાગતી હોય તો તેને લગતા ટેસ્ટીંગ પણ કરાવવામાં ઢીલાશના બદલે સત્વરે કરાવી અને નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર કરાવી શકાય પરંતુ સામાન્ય બીમારી સમજીને જાતે દવા-ગોળી લઈ લેવા હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.