Thursday, September 28, 2023
Home Ayurved જો તમને પણ B-12 વિટામીનની ઉણપ હોય, તો ઘરે જ બનાવો આ...

જો તમને પણ B-12 વિટામીનની ઉણપ હોય, તો ઘરે જ બનાવો આ દેશી દવા, આજીવન તકલીફ નહિ થાય

વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ દેશી ગોળ લેવો. વાપરવા માટે શુદ્ધ અને દેશી ગોળ હોવો જોઈએ. આ પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને તડકે સુકાવી લેવા. બરાબર સુકાઈ જાય એટલે તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને છાલણી વડે છાળી લેવો.

આ પછી તેમાં 2 ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખવું. આ મિશ્રણને ગરમ કરીને તળી શકાય તેવા વાસણમાં નાખીને બરાબર મિક્સ કરી લેવું. આ બાદ તેને થોડું ગરમ કરી લેવું. ગરમ થઈ ગયા બાદ તેને ગેસ કે ચૂલો બંધ કરીને નીચે ઉતારી લેવું અને ઠંડું પડવા દેવું.

ઠંડું પડી ગયા બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન કોઈ કાચના વાસણમાં કે બરણીમાં ભરી લેવી. જયારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપના લક્ષણો જણાય ત્યારે આ ગોળીઓનું સવારે અને સાંજે સેવન કરવું. જેમાં આ ગોળીઓ સવારે નરણા કોઠે લઇ લેવી. અને આ ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું. જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ જાય પછી તરત જ જમી લેવું.

આ ગોળી મોઢામાં નાખીને ઓગળી જાય ત્યાં સુધી ધીરે ધીરે સગળવી. આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે. આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામાં ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામીન B12 બનાવશે. જેના લીધે શરીરમાં વિટામીનની ઉણપ પૂરી થશે. આ રીતે ઉપાય કરવાથી વિટામીન વિટામીન B-12 ની ઉણપ દુર થશે તેમજ નર્વસ સીસ્ટમ અને રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થશે.

આ સિવાય વિટામીન બી-12 ની ઉણપ દુર કરવા માટે આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા, ખમણ, ઈડલી, ઇદડા, આ બધા આથા વાળા ખોરાકમાં ભરપુર માત્રામાં B12 હોય છે. એટલે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવું. ફણગાવેલ કઠોળ ખાવાથી પણ વિટામીન બી-12 ની ઉણપ દુર થાય છે. માટે જો B-12 જો 150 થી ઓછું હશે તો પણ કાબુમાં આવી જશે.

બી-12 જો 25, 30 કે 50 જેટલું નીચું જાય તો એલોપથી સારવાર કરાવવી, જેમાં ન્યુરોલીઓન નામનું ઈન્જેકશન આવે છે, જે 5 ઈન્જેકશનનો કોર્ષ કરવો જે B-12 ના ઈન્જેકશન આવે છે જે એકાંતરા દિવસે લઈ શકાય છે અને સાથે આ ઉપરોક્ત આથાવાળા ખોરાક અને ફણગાવેલા કઠોળ ચાલુ રાખવા. આ ઈન્જેક્શન લેવાથી બી 12 વધી જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments