તમે બોલો અને ટાઇપ થઈ જશે
શું તમને ખબર છે ? તમે ગુજરાતીમાં બોલો અને મોબાઇલમાં ઓટોમેટિક ટાઇપ થઈ જાય છે..
શું તમે લખવામાં ખોટી ગધા મંજૂરી તો નથી કરતા ને ? તો આ ટેકનિકલ સ્ટોરી તમારા માટે જ છે.
જો તમારા મોબાઇલમાં ગુજરાતી ટાઈપિંગ કીપેડ ન હોય તો ગુગલ પ્લે સ્ટોરમાંથી જીબોર્ડ GBord કરીને એક એપ્લિકેશન હશે તે જી બોર્ડ ને ડાઉનલોડ કરી લો.
ત્યારબાદ તેને સેટિંગમાં જઇ ઓથોરાઇઝ આપી દેવા અને જે કંઈ તે યસ કરવાનું કહે તે આપી દેવું
ત્યારબાદ તમે તે એપ્લિકેશન ચાલુ કર્યા બાદ whatsapp માં કે કોઈપણ મેસેન્જર કે ફેસબુક જ્યાં પણ તમારે જે લખવું હોય તે બોક્સ પર જશો..
એટલે ત્યાં નીચે વેબસાઈટ જેવું એક ગોળ સિમ્બોલ આવશે ત્યાં દબાવી રાખશો.
એટલે તમને ગુજરાતી સિલેક્ટ કરવાનું કહેશે ત્યાંથી તમારે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની ત્યારબાદ કીપેડ ઉપર માઈક દોરેલું હશે..
તે માઇકને તમે દબાવીને મૂકી દેશો ત્યારબાદ તમે જે કંઈ બોલશો તે ઓટોમેટિક લખાતું જશે..
અને તમને વાત કરું કે આ સ્ટોરી પણ મેં એવી જ રીતે બનાવી છે હું બોલતો ગયો અને તે ઓટોમેટિક લખાઈ ગયું..
પણ એક વાતને તમે ખાસ યાદ અપાવી દઉં કે આના માટે તમારે ઈન્ટરનેટ ચાલુ હોવુ જરૂરી છે.
ઇન્ટરનેટ વિના તમે બોલીને લખી શકશો નહીં, તો આ તમારા માટે અમે આ સ્ટોરી બનાવી હતી કે હવે ગુજરાતી લખવામાં ખોટી ગધા મંજૂરી ન કરો.
અને તમે બોલતા જાવ એમ ગુજરાતી લખાતું જાય..તો તમે પણ આ શીખો લો સ્ટોરી તમને ગમી હોય તો તમારા મિત્ર પરિવાર ને શેર કરો.
જેથી કરીને આ ખૂબ જ ઉપયોગી બને અને તમામનો ટાઈપિંગ કરવાનો સમય બચે આભાર….