Saturday, December 9, 2023
Home Technology બોલશો એટલે કોમ્પુટરમાં ટાઈપ થવા લાગશે

બોલશો એટલે કોમ્પુટરમાં ટાઈપ થવા લાગશે

ગુજરાતી બોલશો એટલે કોમ્પુટરમાં ગુજરાતી ટાઈપ થવા લાગશે અને તમારો સમય પણ બચશે

હવે ટાઈપ કરી સમય બગડવાની જરૂર નથી, બસ કમ્પ્યૂટર કે લેપટોપમાં હવે ગુજરાતી / હિન્દી કે English કે કોઈ પણ ભાષામાં બોલો એટલે ટાઇપ થઇ જશે.. લશો એટલે ઓટોમેટીક ટાઈપ થશે. ચાહો એટલું ટાઈપ કરી શકો.

આ ટેક્સ ફાઈલને કોપ્ય તેમજ Word કે PDF માં પણ સેવ કરી શકો, તેમજ ઓનલાઇન શેર કરી શકો છો. જેની ભાષા shruti આવશે જે લગભગ કોમ્પુટરમાં હોય છે તો મેળવો આ માહિતી સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ..

કમ્પ્યૂટર કે લેપટોપનો ઉપયોગ કરનાર તમામ લોકો માટે ઉપયોગી છે. તમારા બધા ગૃપમાં શેર કરશો. ચાલો, ડીઝીટલ ઈન્ડિયાને સાક્ષર કરીએ અને બનીએ..

સૌથી અગત્યનું આપણી પાસે જીમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે, અને શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ હોય એ આવશ્યક છે અને ઓનલાઇન ઉપયોગ કરી શકો.

લેપટોપમાં માઇક્રોફોન ઇન બિલ્ટ હોય છે, જ્યારે કોમ્પ્યુટર પર આ વોઈસ ટાઈપિંગ કરવા માંગતા હોય તો તમારે હેડફોન અથવા તો માઈક જોડવું જોઈએ જેથી તમે માઇક માંથી ગુજરાતી બોલી ટાઈપ કરી શકો.

સૌપ્રથમ આપના જીમેલ એકાઉન્ટમા સાઈન ઇન કરી લો, હવે ક્રોમમા તમને જમણી બાજુ ગુગલ એપ નું નાનું મેનુ જોવા મળશે ત્યાં પર જાઓ એટલે ગૂગલની વધુ સર્વિસ એપ આપની સામે દેખાશે..

જેમાં નીચે જ જોવા મળશે google doc આ Docs એપ પર ક્લિક કરી તમે સીધા ડોક્યુમેન્ટ ફાઇલ પર જઈ શકો છો અથવા તો google પર સર્ચ કરો google docs લખશો તો તે ની વેબસાઈટ પણ આવી જશે અને ત્યાંથી તમે google ડોક્યુમેન્ટ માં જઈ શકો છો

Google ડોક્યુમેન્ટ ખોલ્યા પછી પ્લસની નિશાની પર ક્લિક કરી ન્યુ ફાઇલ આપો ત્યારબાદ તમને ઉપરની સાઈડમાં ફોર્મેટના મેનુ ની બાજુમાં ટુલ્સ નામનું મેનુ દેખાશે tools નામનો ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો તમને નીચે વોઈસ ટાઈપિંગનું ઓપ્શન આવશે આ વોઈસ ટાઈપિંગ ના ઓપ્શન પર ક્લિક કરશો તો તમને બાજુમાં એક open mic ખુલી જશે..

એ ખાસ યાદ રાખવું કે તમારી માઈક સિસ્ટમ ચાલુ હોવી જરૂરી છે ત્યારબાદ આ માઈક જેવું પોપ અપ મા તમને દેખાશે જેની ઉપર ડ્રોપ-ડાઉન મેનુમાં અલગ-અલગ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો,

જો તમારે ઇંગલિશ માં ટાઈપ કરવું હોય તો ઇંગલિશ ભાષા પસંદ કરો છો તમારે હિન્દી માં ટાઈપ કરવું હોય તો હિન્દી ભાષા પસંદ કરો છો તમારે ગુજરાતીમાં ટાઈપ કરવું હોય તો ગુજરાતી ભાષા પસંદ કરો અથવા તો કોઈ અન્ય ભાષામાં ટાઈપ કરવું હોય તો તમે ત્યાંથી ભાષા પસંદ કરો..

ત્યારબાદ માઈક જેવા સિમ્બોલ ઉપર તમે ક્લિક કરશો એટલે લાલ કલરનું માઈક થઈ જશે અને તમે જે બોલતા હશો જે ભાષા પસંદગી કરી હશે તે ભાષામાં બોલશો એટલે એ ભાષા ઓટોમેટિકલી ડોક્યુમેન્ટ ફાઇલ માં લખતી જોવા મળશે

તો તમારું કામ સરળ થશે અને આ તમામ ટેક્ષ ને તમે કોપી કરી અન્ય જગ્યાએ પણ લઇ શકો છો અને આ ડોક્યુમેન્ટ માં પણ તમે સેવ કરી શકો છો..

RELATED ARTICLES

Most Popular

Recent Comments