આ કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે અને તેમજ આ કોરોના નામનો વાઇરસ પણ ખૂબ જ ડેન્જર છે કોરોના વાઇરસ દરેક દેશમાં પોતાનો પગ પાસરી ચુક્યો છે.અને આ કોરોના વાઇરસ ને દૂર કરવા માટે અનેક સંશોધનો ચાલી રહ્યા છે.
કોરોના વાઇરસ ફેલાવા માટે ખૂબ ઓછો સમય લે છે આ વાઇરસ ફેલતા સમય લાગતો નથી. કોરોના સૌથી વધારે પુરુષોને સંક્રમિત કરે છે જ્યાં મહિલાઓમાં આ વાઇરસ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે.
જેથી એક સવાલ એ છે કે, શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે. કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.
વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.
કોરોના વાયરસ મહામારીને લઈને દુનિયાભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીનના વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ પોતાની વેબસાઈટ પરથી લેબમાં કામ કરી રહ્યા હોય તેવા વૈજ્ઞાનિકોની તસવીર ડિલીટ કરી દીધી છે.
આ તસવીરોથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે આ આ લેબના વૈજ્ઞાનિક બેદરકારી અને સુરક્ષાના ઓછા ઉપકરણો સાથે ખતરનાક વાયરસ પર ટેસ્ટ કરતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીનો ઉકેલ લાવવામાં પોતાની ખામીઓ છુપાવવા માટે ચીને આ પગલું ભર્યું છે.
સુરક્ષા કિટ વગર પકડતા હતા ચમગાદડ,કોરોના વાયરસથી વિશ્વભરમાં 2,48,256 લોકોના મોત થયા છે જ્યારે 35 લાખથી વઘુ સંક્રમિત છે. આ મહામારીનો ગઢ રહેલા ચીનથી આ વાયરસ ખતમ થવાના આરે છે,
જ્યારે દુનિયાના બાકીના દેશો ઝઝૂમી રહ્યા છે. આ વચ્ચે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઈન્સ્ટિટ્યૂટના સ્ટાફે કોઈ પણ પ્રકારની સુરક્ષા કિટ વગર ગુફાઓમાં જઈને ચમગાદડોને પકડતા હતા.
આ વાયરોલોજીમાં એક ફ્રિજમાં 1500 પ્રકારના વાયરસ એકસાથે રાખવામાં આવતા હોવાની તસવીર પણ સામે આવી હતી. આ સિવાય ઈન્સ્ટિટ્યૂટે અમેરિકી વૈજ્ઞાનિકોની વિઝિટને પણ પોતાની વેબસાઈટની હિસ્ટ્રીમાંથી ડિલીટ કરી દીધી છે.
અમેરિકી વૈજ્ઞાનિકે આપી હતી ચેતવણી, માર્ચ 2018 માં અમેરિકી દૂતાવાસના વૈજ્ઞાનિક રિક સ્વિટ્ઝરે આ લેબની મુલાકાત લીધી હતી.
જે બાદ સ્વિટ્ઝરે અમેરિકાના વિદેશ વિભાગને ચેતવણીવાળો મેસેજ મોકલ્યો હતો.જેમાં તેમણે કહ્યું હતું કે, આ લેબમાં શિક્ષિત લોકોની કમી છે. આટલું નહીં થોડા દિવસ પહેલા વુહાન લેબની એવી તસવીરો સામે આવી હતી જેમાં લેબની અંદર તૂટેલું સીલ જોવા મળ્યું હતું. આ તસવવીર પહેલીવાર ચાઈના ડેઈલી ન્યૂઝપેપરે 2018 માં રિલીઝ કરી હતી.
ટ્વિટર પોસ્ટ થતાની સાથે જ તે સવાલોથી ઘેરાઈ ગઈ. વુહાનની લેબમાં ઉત્પન્ન કરાયો હતો કોરોના,આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાયરસ ચીનની લેબમાં ઉત્પન્ન થયો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને આ અંગે પૂરી ખાતરી પણ છે અને તેમની પાસે પૂરતા પુરાવા પણ છે.