Thursday, September 28, 2023
Home Astrology રોજ સવારમાં ઉઠીને કરશો આ ઉપાય તો ચમકી જશે કિસ્મત

રોજ સવારમાં ઉઠીને કરશો આ ઉપાય તો ચમકી જશે કિસ્મત

જો તમારી આર્થિક સ્થિતિ ઠીક ન હોય અને રૂપિયાની હંમેશા તંગી રહેતી હોય તો વાસ્તુ પ્રમણે આ ઉપાયો કરવાથી તમારા પર લક્ષ્મી માતાની કૃપા હંમેશા રહે છે અને તમને આર્થિંક તંગીમાંથી મુક્તિ મળે છે.તો ચાલો જાણીએ કયા ઉપાયો કરવાથી તમારી આર્થિક તંગી દૂર થઈ શકે છે.

ઘરનો પ્રવેશદ્વાર જ એક એવી જગ્યા છે જે આવવા જવાનું સ્થાન હોય છે. સાથે સાથે સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ અહીંથી જ થતો હોય છે. આવી રીતે ધનવૃદ્ધિમાં પણ દરવાજાનું ખૂબ મહત્ત્વ રહેલું હેય છે.

માટે સવારે ઉઠીને દરવાજો ખોલતી વખતે સૌથી પહેલાં તમારે લક્ષ્મી માતાનું સ્મરણ કરવું જોઈએ અને ત્યાર બાદ જ દરવાજો ખોલવો જોઈએ. ઘરના દરવાજાને કાળો રંગ છોડીને અન્ય કોઈ પણ રંગ કરવો જોઈએ. તમે તમારા ઘરના દરવાજાને લાલ કે મરુન રંગનો પણ રંગી શકો છો. આ શુભ રંગ માનવામાં આવે છે આમ કરવાથી આર્થિક સપન્નતા તમારા ઘરમાં આવે છે.

દરવાજા પર શુભ-લાભ, સ્વસ્તિક, ઓમ વિગેરે ચિન્હોનો પ્રયોગ કરવો જોઈએ. આ પ્રતિક અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરના દરવાજા પર ગણેશજીની પ્રતીમા લગાવવી જોઈએ. સવારે દરવાજો ખોલતા સમયે આ ચિન્હોને પ્રણામ કરવું જોઈએ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. નિયમિત રીતે એમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહે છે.

આપણી હિન્દુ પરંપરામાં સવારે ઉઠીને નિત્ય ક્રમ પતાવીને પૂજા અર્ચના કરવાનો રીવાજ છે અને પૂજામાં આપણે દીવો તેમજ અગરબત્તિ અચૂક કરતા હોઈએ છીએ. અને આ જ સુગંધથી તમે લક્ષ્મી માતાને પણ આકર્ષિત કરી શકો છો. સવારે ઉઠીને ગુલાબનું અત્તર તમારી નાભી પર લગાવવું જોઈએ.

પણ આ અત્તરને સૌ પ્રથમ તમારે માતા દુર્ગાને અર્પિત કરવું જોઈએ. અને પછી કંઈ ખાતા પહેલાં જ અત્તરને તમારી નાભી પર લગાવવું જોઈએ. ત્યાર બાદ જ ઘરની બહાર નીકળવું જોઈએ. આમ કરવાથી તમને ધનની ખોટ ક્યારેય નથી પડતી અને તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો પણ નથી કરવો પડતો.

જો તમારા ઘરનો દરવાજો લાલ કે મરુન રંગનો ન હોય તો તમારે તે રંગથી તમારા ઘરના દરવાજા પર ડિઝાઈન બનાવવી જોઈ. સવારે દરવાજો ખોલતી વખતે તે ડિઝાઈન તરફ જોઈ માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી પણ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં પૈસાની તંગી પણ નથી રહેતી.

ઘરમાં સંપત્તિ આકર્ષિત કરવાના અન્ય વાસ્તુ ઉપાયો

  • આર્થિક સદ્ધરતા લાવવા માટે ઘરમાં ધનની પોટલી પકડેલા લાફિંગ બુદ્ધા રાખવા જોઈએ. કેહવાય છે કે તેમને ઘરમાં રાખવાથી પૈસાની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા પર દેવું વધી રહ્યું હોય તો અથવા તો તમે દેવું પાછુ ન આપી શકતા હોવ તો તમારા ઘર કે વ્યવસાયના સ્થળે પાણીની દિશા બદલવી જોઈએ.
  • લાફિંગ બુદ્ધાને ઘરના ઉત્તર-પશ્ચિમ કોણમાં રાખવા જોઈએ. ઘરમાં વિન્ડ ચાઈમ લગાવવાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે. કેહવાય છે કે તેના મધુર અવાજથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
  • તેવી જ રીતે ચાઈનીઝ સિક્કાને પણ ખુબ મહત્ત્વના માનવામાં આવે છે. તેને લાલ રિબિનમાં બાંધીને ઘરમાં રાખવાથી આવકમાં વધારો થાય છે તેમજ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.
  • ઘરના મુખ્ય દ્વારના ઇશાન કોણમાં તુલસીનો છોડ પણ રાખી શકાય છે. રોજ તેમાં નિયમિત પાણી પીવડાવવાથી તેમજ સાંજના સમયે ત્યાં ઘી કે તેલનો દીવો પણ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં અચાનક ધનની આવક વધશે.
  • ઘોડાની નાળને મુખ્ય દરવાજા ઉપર વચ્ચે લગાવવાથી ઘર સુરક્ષિત રહે છે અને તેનાથી ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે. તેમજ ઘરમાં મોટી જાજમ કે કારપેટ પાથરી રાખવાથી પણ દેવાથી બચી શકાય છે.
  • જો તમે કોઈની પાસેથી ઉધાર લીધું હોય અને તમે તેને તે પાછા ન આપી શકતા હોવ તો આ સ્થિતાં તમારે જેટલું પણ દેવું પાછુ કરવાનું છે તે તમારે મંગળવાના રોજ પાછુ આપવું જોઈએ. આમ કરવાથી દેવાથી જલદીમાં જલદી મુક્તિ મળે છે, તેમજ લક્ષ્મીમાતાની કૃપા પણ તમારા પર હંમેશા બનેલી રહે છે.
  • તેમજ ઉત્તર-પૂર્વ દિશામાં સાતની સંખ્યામાં ક્રિસ્ટરલ રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને તેનાથી ધનપ્રાપ્તિ પણ થાય છે.
RELATED ARTICLES

Most Popular

Recent Comments