Wednesday, September 27, 2023
Home News પાકિસ્તાન સરહદે હવામાંથી પાણી મેળવાયું

પાકિસ્તાન સરહદે હવામાંથી પાણી મેળવાયું

પાકિસ્તાન સરહદે હવામાંથી પાણી મેળવાયું

બનાસ ડેરીએ પાકિસ્તાન બોર્ડર પરના સુઈગામ ખાતે એક પ્રોજેક્ટ કરીને હવામાંથી પાણી કાઢ્યું છે. સોલર ઊર્જાની મદદથી વીજળી ઉત્પન્ન કરીને એ જ વીજળીનો ઉપયોગ કરીને એક ખાસ જનરેટરની મદદથી હવામાંથી પાણી કાઢી શકાય છે.

જોકે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એની કોઈ સ્પષ્ટતા બનાસ ડેરીએ કરી નથી કે ન તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી છે. ખાસ જનરેટરની મદદથી પાણી બનાવીને પીવાય છે એટલું જ ડેરી દ્વારા કહેવામાં આવ્યું છે.

હવામાંથી બનેલા પાણી વિશે શંકર ચૌધરીએ શું કહ્યું?
કચ્છના રણમાં પાકિસ્તાનને અડીને આવેલા આ વિસ્તારમાં અહીંના અગરિયાને પીવાના પાણીનો પ્રશ્ન છે.

હવામાંથી પાણી બની શકે છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે, કેમ કે રણમાં પાણી પહોંચાડવું ઘણું અઘરું છે અને દૂરથી પાણી લાવવું પણ મુશ્કેલ છે. હવામાંથી પાણી બની રહ્યું છે

એને મેં પણ પીધું છે. આ બહુ મોટી શોધ માનું છું. તેના ગુણમાં કંઈક યુટિલાઈઝેશન કરાય, જેથી ટેક્નોલોજી વધારે કાર્યક્ષમ થશે. ભવિષ્યમાં પીવાનું અને ખેતીવાડી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દેશના વડાપ્રધાને એવું કહ્યું

કે લોકો આના પર કામ કરે ત્યારે હું માનું છું કે અહીં હવામાંથી પાણી નીકળી રહ્યું છે. સરહદીય વિસ્તારમાં એમાં પણ અગરિયાઓને આ પાણી પૂરું પડાશે. અત્યારે પ્રાયોગિક ધોરણે કરીએ છીએ.

આવનારા સમયમાં આવી રીતે પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય છે

6 ઓક્ટોબરે મોદીએ સીઇઓ સાથે વિડિયો-કોન્ફરન્સિંગથી વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઇઓ સાથે ઓનલાઈન વાતચીત કરી હતી, જેમાં મોદીએ કહ્યું હતું કે વિન્ડ એનર્જી પેદા કરવાના ટર્બાઈન થકી જ્યાં ભેજ વધારે છે

તેવા વિસ્તારમાં હવામાંથી પાણી શોષીને એને વપરાશમાં લઈ શકાય છે. આમ, વિન્ડ ટર્બાઈનથી એનર્જી પણ પેદા થશે અને પાણી પણ મળશે,

જે નાના ગામડાની પાણીની સમસ્યા દૂર કરી શકે છે. ટર્બાઈન થકી હવામાંથી ઓક્સિજન પણ અલગ કરી શકાય છે. એના માટે સાયન્ટિફિક સમજ ડેવલપ કરવી જરૂરી છે.

સામે વિન્ડ કંપનીના સીઈઓએ પણ ડેન્માર્ક આવીને એન્જિનિયર્સ સાથે વાત કરવા માટે પણ પીએમ મોદીને આમંત્રણ આપીને કહ્યું હતું કે હું મોદીની પેશન જોઈને ખુશ છું.

રાહુલ ગાંધીએ વિડિયો શેર કરીને વડાપ્રધાનને કશું ખબર ન હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિન્ડ એનર્જી કંપનીના સીઈઓ સાથેની વાતચીતનો વિડિયો ટ્વિટર પર શેર કરીને કહ્યું હતું કે સાચું જોખમ એ નથી

કે આપણા વડાપ્રધાન કશું સમજતા નથી. જોખમ એ છે કે તેમની આજુબાજુની કોઈપણ વ્યક્તિમાં તેમને હકીકત કહેવાની હિંમત નથી

RELATED ARTICLES

Most Popular

Recent Comments