ચંદ્ર પર પૂરતી માત્રામાં પાણી મળ્યું
અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAએ દાવો કર્યો છે કે તેમને ચંદ્ર પર પૂરતી માત્રામાં પાણી મળ્યું છે.
એ પૃથ્વીથી દેખાતા સાઉથ પોલના એક ખાડામાં અણુઓ સ્વરૂપે જોવા મળ્યું છે. આ સર્ચથી વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટને શક્ય બનાવવાની વાત કરી છે.
જોકે ભારતીય અંતરિક્ષ એજન્સી ISROના ચંદ્રયાન-1 અગિયાર વર્ષ પહેલાં 2009માં જ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા આપી દીધા છે.
ચંદ્ર પર તાજેતરમાં પાણીની શોધ NASAમા સ્ટ્રેટોસ્ફિયર ઓબ્ઝર્વેટરી ફોર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમી (SOFIA)એ કરી છે. આ પાણી ક્લેવિયસ ક્રેટરમાં મળ્યું છે, જ્યાં સૂરજનાં કિરણો પણ પડે છે.
NASAએ કહ્યું- પહેલાં સ્પષ્ટીકરણ નહોતું થયું
NASAના જણાવ્યા પ્રમાણે, ચંદ્રની સપાટી પર થોડા સમય પહેલાંના પરીક્ષણ પ્રમાણે, હાઈડ્રોજન હોવાની માહિતી મળી છે,
પરંતુ ત્યારે હાઈડ્રોજન અને પાણીના નિર્માણ માટે જરૂરી તત્ત્વ હાઈડ્રોક્સિલ (OH)ની ગુથ્થી ઉકેલી શક્યા નહોતા. હવે પાણી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.
NASAએ તેનું રિસર્ચ પરિણામ નેચર એસ્ટ્રોનોમીના નવા અંકમાં જાહેર કર્યું છે.
સહારા રેગિસ્તાનથી 100 ગણું ઓછું પાણી SOFIAએ ચંદ્રની સપાટી પર જેટલું પાણી શોધ્યું છે એની માત્રા આફ્રિકાના સહારાના રણમાં આવેલા પાણી કરતાં 100 ગણું ઓછું છે.
ચંદ્ર પર પાણી ઓછું હોવા છતાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે ચંદ્ર પર વાયુમંડળ નથી તેમ છતાં પાણી કેવી રીતે બન્યું?
ISROના ચંદ્રયાને પહેલાં જ પાણી શોધી લીધું હતું
22 ઓક્ટોબર 2008માં લોન્ચ કરવામાં આવેલા ભારતીય મિશન ચંદ્રયાન-1એ પણ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા આપ્યા હતા. આ પાણી ચંદ્રયાન-1 પર આવેલા મૂન ઈમ્પેક્ટ પ્રોબે શોઘ્યું હતું.
તેને ઓર્બિટર દ્વારા નવેમ્બર 2008માં ચંદ્રના સાઉથ પોલ પર પાડવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2009માં ISROએ જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર ખૂબ ઓછી માત્રામાં પાણી છે.