Monday, October 2, 2023
Home Astrology ગુજરાતના બાળકે બનાવ્યું પાણીમાંથી વેસ્ટ દૂર કરવા માટેનું અનોખું મશીન, જે પાણીમાં...

ગુજરાતના બાળકે બનાવ્યું પાણીમાંથી વેસ્ટ દૂર કરવા માટેનું અનોખું મશીન, જે પાણીમાં રહેલા કચરાને કરશે દૂર, રીમોટથી ચાલશે આ મશીન.

આપણને ખ્યાલ જ છે કે વિશ્વમાં જ્યાં પાણીના સ્ત્રોત છે ત્યાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ સ્રોતને સ્વચ્છ કરવા આવશ્યક બન્યું છે. આવા સારા વિચાર સાથે વડોદરાના માત્ર 13 વર્ષની ઉંમરના વિદ્યાર્થીએ પોતે એક અનોખું મશીન બનાવ્યું છે જે મશીન પાણીમાં રહેલા કચરાને સાફ કરી આપે છે અને પાણીના કિનારે લઈ આવશે. મશીન બનાવનાર વિદ્યાર્થીનું નામ વરુણ સાઈકિયા અને તે શહેરની એક ખાનગી શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે.

બેટરી અને રિમોટથી સંચાલિત કરી શકાય તેવી સિસ્ટમ વિકસિત કરી. વરુણે બનાવેલ મશીનનું નામ મકરા છે અને આ મશીનની વિશેષતા એ છે કે, તેને મશીનની પાછળની તરફ આર્યન બ્લેડ લગાવી છે જે પાણીમાં રહેલા કચરાને એકઠો કરે છે અને મશીનમાં લગાવેલ ફ્લોટર ભેગા થયેલા પ્લાસ્ટિકના કચરાને નેટમાં ધક્કો મારે છે.

ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી કોહલીએ કર્યા મશીનના વખાણ વરુને કહ્યું મશીન હાલ નાનું વર્જન છે તેમાંથી હવે તે બનાવાશે મોટુ વર્જન.

વરુણ સાઈકિયાના આ ઇનોવેશનને જી ટી યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 40 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટની મદદથી વરુણ હવે આ મશીનથી પણ મોટું વર્જન બનાવી શકશે. વરુણએ આ મશીન બનાવવા પાછળ ઘણી મહેનત કરી છે અને તેની આ મહેનતનું પરિણામ પણ તેને મળ્યું છે જેનાથી તેની માતા પણ બહુ ગૌરવ અનુભવે છે.

ગંગા શુદ્ધિકરણ કરવા માટે મશીન વડાપ્રધાનને આપશે ભેટ.. આ મશીનની નેટબેન્કની કેપેસિટી 100 કિલોગ્રામ કચરો એકત્રિત કરવાની હશે. તો તેમાં અલ્ટ્રાસોનીક સેન્સર, ઇમેજ સેન્સર, જી.પી.એસ સેન્સર, તેમજ ફિશ આઈ લેન્સ કેમેરા પણ રાખવામાં આવશે. આ નવું મશીન બનાવવા પાછળ વરુણનો બે લાખ જેટલો ખર્ચ થઈ શકે છે. ફિલ્પર બનાવ્યા બાદ વરુણ આ મશીન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મહત્વની ગંગા શુદ્ધિકરણ યોજનામાં આપવાની ઈચ્છા ધરાવી રહ્યો છે.

ગંગા નદીની ગંદકીને સાફ કરશે મશીન, ગંગા નદીમાં વહી રહેલા કેમિકલ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, કલચરલ વેસ્ટને કારણે હાલ નદીના કેટલાક વિસ્તારો ગંદકીવાળા થયા છે. આ પ્રકારનું ગંદુ અને મલિન પાણીની સફાઈ સાથે ગંગામાં વહેતા પ્લાસ્ટિક વેસ્ટને નવું મશીન સરળતાથી સાફ કરી નાંખશે. વરુણની મહત્વાકાંક્ષા ઇન્ડિયન ઓસનની સફાઈ કરવાની પણ છે અને આ માટે તેને ઈન્ટરનેટના માધ્યમથી વેબ સાઇટ પણ બનાવી છે. તે આ વેબસાઈટના માધ્યમથી ઇન્ડીયન ઓસનની સફાઈ અભિયાનમાં જોડાવવા માંગતા લોકો સાથે વાત કરી વોલિયટર્સ તરીકે સેવા આપવા અનુરોધ કરી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments