Wednesday, March 22, 2023
Home Useful Information ફોન પાણીમાં પડે તો શુ ન કરવુ

ફોન પાણીમાં પડે તો શુ ન કરવુ

ફોન પાણીમાં પડે તો શુ ન કરવુ

અચાનક તમારો ફોન પાણીમાં પડે તો…? શું કરવું તેના કરતા શું ન કરવુ તે જાણવા જેવુ છે

ફોન પલળી જાય તો તેને ક્યારેય હેરડ્રાયરથી ન સૂકાવો. આવું કરવાથી તેની અંદરના ઈલેક્ટ્રીક પાર્ટસ બળી જાય છે અને તેને નુકશાન પહોંચે છે

ફોન પલળી જાય તો ક્યારેય ચાર્જ ન કરો. આવું કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે

અનેકવાર એવું બને છે કે ફોન પર વાત કરતા કરતા તે પાણીમાં પડી જાય છે. ખાસ કરીને મહિલાઓ સાથે આવું વારંવાર થતુ હોય છે. તો હવે કેટલાક લોકો ફોન પર વાત કરતા કરતા બાથરૂમમાં જતા રહે છે, તો કેટલાક લોકોનો ફોન વોશ બેસિનમાં પડી જાય છે. તો ક્યારેક વરસાદના પાણીમાં પણ સ્માર્ટફોન પડી જતા હોય છે. હજી પણ માર્કેટમાં અનેક સ્માર્ટફોન એવા હોય છે, જે વોટરપ્રુફ નથી હોતા અને પલળી જવા પર ખરાબ થઈ જાય છે. જો તમારો સ્માર્ટફોન પાણીમાં પલળે તો તમારે સૌથી પહેલા શું કરવું તે જાણી લેવું જરૂરી છે. આવું તમારી સાથે ક્યારેય પણ બની શકે છે. સૌથી પહેલા તો સમજી લેવું કે મોબાઈલ પલળી જવા પર તમારે શું કરવું અને શું ન કરવું.

આવું ક્યારેય ન કરવું

જો તમારો ફોન પાણીમાં પડી જાય છે તો ક્યારેય ખોટું ન બોલો. ફોન ખરીદતા સમયે કંપની દ્વારા આપવામાં આવેલા પેપર્સને ધ્યાનથી વાંચો કે તેમાં કઈ કઈ સ્થિતિમાં સર્વિસ આપવાની સુવિધા આપવામાં આવી છે. અનેકવાર પાણીમાં પડવાથી પણ સર્વિસ આપવાની સુવિધા અપાય છે. આવામાં તમે આસાનીથી સર્વિસ કરાવી શકો છો. ક્યારેય ખોટુ બોલીને સર્વિસ ન કરાવો. નહિ તો ફોન બરાબર રિપેર નહિ થાય.

ફોન પલળી જાય તો તેને ક્યારેય હેરડ્રાયરથી ન સૂકાવો. આવું કરવાથી તેની અંદરના ઈલેક્ટ્રીક પાર્ટસ બળી જાય છે અને તેને નુકશાન પહોંચી શકે છે

અનેકવાર લોકો ફોનને ઓવનમાં રાખે છે, જે બહુ જ ખોટું છે. તેનાથી ફોનને વધુ નુકશાન પહોંચશે અને કંઈક બીજી ઘટનાઓ પણ બની શકે છે.

ફોન પલળી જાય તો ક્યારેય ચાર્જ ન કરો. આવું કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે. અનેકવાર મોટી દુર્ઘટના પણ બની શકે છે. આ ઉપરાંત ફોન કે લેપટોપ કે કોઈ અન્ય ડિવાઈસથી પણ તેને કનેક્ટ ન કરો.

જરૂર કરો આ કામ

જેવો તમારો ફોન પાણીમાં પડે કે તેના પર પાણી પડે તો તેને ન ચલાવતા નહિ. તરત જ તેને સ્વિચ ઓફ કરી દો. તેનાથી ફોનમાં થતી પ્રક્રિયા સ્ટોપ થઈ જશે અને તે ખરાબ થતા બચી જશે.

ફોન પલળ્યા બાદ તેમાંથી સીમ અને મેમરી કાર્ડ કાઢીને રાખી લો. આનાથી તેમાં નરમાશ નહિ આવે.

ફોન પલળ્યા બાદ તેને ટિસ્યુથી લૂછી અને પછી હલાવો. આનાથી તેની અંદ જે પાણી ભરાયું હશે તે નીકળી જશે અને તમે પાણીને ફરીથી લૂછી શકો છો. આવું કરવાથી ફોન સારો તો નહિ થાય, પરંતુ તે પાણી ભરાવાને કારણે વધુ ખરાબ પણ નહિ થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments