Thursday, March 23, 2023
Home Gadget Whatsapp પર જો આ મેસેજ આવે તો થઈ જાઓ સાવધાન

Whatsapp પર જો આ મેસેજ આવે તો થઈ જાઓ સાવધાન

Whatsapp પર જો આ મેસેજ આવે તો થઈ જાઓ સાવધાન

ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ વોટ્સએપ પર હાલના દિવસોમાં એક ફેક મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યો છે. સરકારે તમામ યૂઝર્સને આ ફેક મેસેજથી સાવચેત રહેવા માટે અલર્ટ જાહેર કરી છે. કોરોનાકાળમાં સાઈબર ફ્રોડ ખુબ ઝડપથી વધી રહ્યું છે. હેકર્સ તેનો ફાયદો ઉઠાવીને યૂઝર્સને નવી નવી રીતે ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરે છે. સરકાર પણ સમયાંતરે યૂઝર્સને સતર્ક રહેવા માટે અલર્ટ જાહેર કરતી રહે છે.

સરકારે જાહેર કરી અલર્ટ

સરકાર તરફથી આ જાણકારી PIB Fact Checkએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને શેર કરી છે. પોસ્ટ મુજબ આ મેસેજને સંપૂર્ણ રીતે ફેક ગણાવવામાં આવ્યો છે.

કોવિડને લઈને સરકારે આવું કોઈ ફંડ જાહેર કર્યું નથી. યૂઝર્સને અલર્ટ પણ કરાયા છે કે ભૂલથી પણ તેઓ આ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરે, આ સાથે જ લિંક પર ક્લિક પણ ન કરે. આ પ્રકારના મેસેજ તમારા ફોનને હેક કરી શકે છે. તમારી પર્સનલ ડિટેલ્સ ચોરી કરી શકે છે. આ સાથે જ બેન્ક એકાઉન્ટથી પૈસા ચોરી કરી શકે છે.

આવા મેસેજ ફોરવર્ડ કરવાથી બચો

આ મેસેજમાં કેન્દ્ર સરકાર તરફથી કોવિડ-19 ફંડથી 18 વર્ષની ઉંમરના તમામ ભારતીય નાગરિકોને 1.30 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ અપાયો છે. પરંતુ આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. આ મેસેજ સાથે એક લિંક પણ એડ કરવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને ફંડ માટે વેરિફાય કરવાનું રહે છે કે આખરે કોને 1.30 લાખ રૂપિયાનું ફંડ મળશે અને કોને નહીં

આ વાતોનું ધ્યાન રાખો

આ અગાઉ પણ આવા અનેક મેસેજ વોટ્સએપ પર શેર કરવામાં આવ્યા છે. જેને લઈને યૂઝર્સને અલર્ટ પણ જાહેર કરાઈ છે. આ મેસેજનો ભોગ બનતા બચવા માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે. વોટ્સએપ પર કોઈ Unknown નંબરથી આવેલા મેસેજ પર ભરોસો ન કરો. વોટ્સએપ પર આવેલાી દરેક લિંક પર ક્લિક કરતા બચો. કોઈ પણ એવા મેસેજ ફોરવર્ડ ન કરો. કોઈની સાથે વોટ્સએપ પર એકાઉન્ટ ડિટેલ્સ શેર ન કરો.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments