શું તમે જાણો છો લેન્ડલાઈન નંબર પર વાપરી શકાય છે વોટ્સએપ ? આ રીતે લેન્ડલાઈન નંબર પર use કરો વોટ્સએપ
વ્હોટ્સએપ એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાંથી એક છે. મેસેજ મોકલવા ઉપરાંત ફોટો અને વીડિયો શેર કરવા માટે વોટ્સએપનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પોતાના કરોડો યૂઝર્સ માટે વોટ્સએપ સમયાંતરે તેના ફીચર્સ અપડેટ કરતું રહ્યું છે.
વોટ્સએપનો ઉપયોગ કરવા માટે, ઇન્ટરનેટ કનેક્શન અને મોબાઇલ નંબર આવશ્યક છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા લેન્ડલાઇન નંબર દ્વારા પણ WhatsApp નો ઉપયોગ કરી શકો છો ? તમે તમારા લેન્ડલાઇન નંબરનો ઉપયોગ વોટ્સએપ બિઝનેસ એપને ડાઉનલોડ કરીને ટેક્સ્ટ્સ મોકલવા અને મેળવવા માટે કરી શકો છો.
નાના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને વોટ્સએપ બિઝનેસ એપ પણ ફ્રી રાખવામાં આવી છે. એટલે કે જો તમે પણ કોઈ નાનો વ્યવસાય કરો છો તો તમે તમારા ગ્રાહકો સુધી પહોંચવા માટે આ એપ્લિકેશનને વડે તમારા લેન્ડલાઈન નંબરનો ઉપયોગ કરી શકો છો.
તમે તમારા લેન્ડલાઇન નંબર દ્વારા WhatsApp એક્સેસ કરવા માટે નીચે દર્શાવ્યાનુસાર સ્ટેપ ફોલો કરી શકો છો. આમ કરવાથી તમે ગ્રાહકોના સંપર્કમાં રહી શકશો અને દરેક ગ્રાહકને તમારે તમારો પર્સનલ મોબાઈલ નંબર આપવો પણ નહીં પડે.
1. તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2. એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી ટર્મ એન્ડ કંડિશન એક્સેપ્ટ કરો.
3. હવે તમારા દેશનો કોડ અને ફોન નંબર એડ કરો. અહીં તમારો લેન્ડલાઇન નંબર એડ કરો. પરંતુ નંબરની શરુઆત માંથી 0 ને કાઢી નાખો.
4. લેન્ડલાઇન નંબર હોવાથી તેના પર મેસેજથી ઓટીપી પ્રાપ્ત કરી નહીં શકાય એટલે ઓટીપી માટે મેસેજને બદલે કોલનો વિકલ્પ પસંદ કરો.
5. તમને ઓટીપી માટે તમારા વોટ્સએપ લેન્ડલાઇન નંબર પર કોલ આવશે. ધ્યાનપૂર્વક ઓટીપી સાંભળો અને ઓટીપી એડ કરો.
6. નંબરની ચકાસણી પછી તમારો પ્રોફાઇલ ફોટો, નામ અને અન્ય વિગતો સેટ કરી શકો છો.
7. હવે તમે તમારા લેન્ડલાઇન નંબરનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટફોન પર વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો.