વોટ્સએપ પર આપત્તિજનક મેસેજ મોકલનાર પર કાર્યવાહી થશે, અહી કરી શકશો ફરિયાદ..
જો તમને વોટ્સએપ પર મળી અભદ્ર મેસેજ અને આપત્તિજનક મેસેજ આવતા હોય અને તમે ખુબ જ પરેશાન થાય હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી..તમે આની ફરિયાદ દૂરસંચાર વિભાગ પાસે નોંધાવી શકો છો ઘણા લોકો અને લોકપ્રિય હસ્તિઓ અભદ્ર અને ધમકીભર્યા મેસેજ મળવાની ફરિયાદ કરતા હતા ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું છે
દૂરસંચાર વિભાગના કંટ્રોલર આશીષ જોશીએ શુક્રવારે ટ્વીટ કરી જણાવ્યું કે જો કોઈને અભદ્ર, આપત્તિજનક, જીવથી મારવાની ધમકી કે પછી કોઈ અશ્લીલ મેસેજ મળે છે તો તે પોતાની ફરિયાદ કરી શકે છે.
ડીઓટીએ 19 ફેબ્રુઆરીના રોજ એક આદેશમાં કહ્યું હતું કે લાઈસન્સની શરતો નેટવર્ક પર આપત્તિજનક, અશ્લીલ, અનઅધિકૃત અથવા કોઈ અન્ય રુપમાં ખોટા મેસેજ મોકલવા પર રોક લગાવે છે.
આદેશમાં તમામ ટેલિકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડરને ખોટા મેસેજ મોકલનારા ગ્રાહકો પર તાત્કાલીક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વોટ્સએપ પર પ્રાપ્ત આપત્તિજનક સંદેશાઓ વિરુદ્ધ હવે લોકો દૂરસંચાર વિભાગ પાસે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આના માટે પીડિતને મોબાઈલ નંબર સાથે જે મેસેજ આવ્યો છે તેનો સ્ક્રીનશોર્ટ લઈને ccaddn-dot@nic.in પર મેઈલ કરવાનો રહેશે.
દૂર સંચાર વિભાગના સંચાર નિયંત્રક આશીષજો શીના જણાવ્યા મુજબ ફરિયાદ મળતાં જ તાત્કાલિક સંબંધિત ટેલીકોમ ઓપરેટર અને પોલીસને સુચના આપવામાં આવશે કે જેથી આરોપી પર કાર્યવાહી થઈ શકે. છેલ્લાં કેટલાંક દિવસથી લોકપ્રિય હસ્તિઓ સહિત અન્ય સામાન્ય લોકોને મેસેજ મળવાની ફરિયાદ મોટા મળી હતી. જેના આધારે દૂરસંચાર વિભાગે ઈમેલના માધ્યમથી ફરિયાદની વ્યવસ્થા શરૂ કરી છે.
જોષીએ ટ્વિટમાં કહ્યું કે જો કોઈ અયોગ્ય, આપત્તિજનક, અને ધમકીભર્યા અથવા તો અશ્લીલ વોટ્સએપ મેસેજ આપને મળે તો તે મોબાઈલ નંબર સાથે મેસેજના સ્ક્રીનશોર્ટને ccaddn-dot@nic.in પર મોકલી દો. તેમણે કહ્યું કે જરુરી કાર્યવાહી માટે ટેલિકમ્યુનિકેશન સર્વીસ પ્રોવાઈડર અને પોલીસ અધીકારીઓ સમક્ષ આ ફરીયાદ રજૂ કરવામાં આવશે. દૂરસંચાર વિભાગ આ માટે આગળની કાર્યવાહી માટે ટેલીકમ્યૂનિકેશન સર્વિસ પ્રોવાઈડર અને પોલીસ પાસે મોકલશે.