Whatsappમા હવે તમારા મેસેજ કોઈ વાંચી નહીં શકે
Whatsappનું આવી ગયું નવું ફીચર, હવે તમારા મેસેજ કોઈ વાંચી જશે તેનો નહીં રહે ડર
Whatsappપે આ મહિનાની શરૂઆતમાં પોતાની Disappearing messages ફીચરનું એલાન કર્યુ હતું. હવે આ ફીચર દરેક ફોન એન્ડ્રોઇડ અને એપલ યુઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવ્યું છે.
ફીચરને ઓન કરવાથી મેસેજ ગાયબ થશે
આ ફીચરને કસ્ટમાઇઝ નહી કરી શકો
એન્ડ્રોઇડ યુઝર્સ પણ કરી શકશે ઉપયોગ
આ ફીચરને ઓન કરવાથી મેસેજ ગાયબ થઇ જશે. આ ફીચરનો ઉપયોગ યુઝર ક્યારેય પણ કરી શકે છે પરંતુ આ ફીચર સાથે કસ્ટમાઇઝ કરવાનો કોઇ જ ઓપ્શન નહી મળે. આ ફીચરને એક વાર ઓન કર્યા બાદ આવનારા બધા મેસેજ 7 દિવસ બાદ જાતે જ ગાયબ થઇ જશે.
આનો મતલબ તે છે કે યુઝર્સને ફીચર ઓન કર્યા બાદ મેસેજ ડિલીટ કરવાનો કે ટાઇમ સેટ કરવાનો ઓપ્શન નહી મળે. આ ફીચરને વન-ઓન-વનની સાથે ગ્રુપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાશે પરંતુ ગ્રુપ માટે આ ફીચરનો ઉપયોગ એડમિન જ કરી શકશે.
જો તમે આ ફીચર ઓન કરો છો તો તમારે વૉટ્સઍપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. ફીચર ઓન કર્યા બાદ સામેવાળી વ્યક્તિ તેને ડિસેબલ પણ કરી શકે છે.
વૉટ્સઍપના આ ફીચર સાથે કેટલીક સીમાઓ પણ છે. રિપોર્ટ અનુસાર જો તમે 7 દિવસ સુધી મેસેજ નહી ખોલો તો મેસેજ ગાયબ થઇ જશે. પરંતુ જો તમે નોટીફીકેશન પેનલ ક્લિયર નથી કર્યુ તો તમે ત્યાં મેસેજ જોઇ શકશો.
જો તમે કોઇને મેસેજ ફોરવર્ડ કરેલો છે અને તેણે આ ફીચર ઓફ રાખ્યુ છે તો ત્યાં તમારો મેસેજ સેવ હશે