Monday, October 2, 2023
Home Social Massage પૈસા ન હતા, વ્હીલચેરના લેવાના ! ત્યારે ટેકણ લાકડી બન્યા આ મિત્રો,10...

પૈસા ન હતા, વ્હીલચેરના લેવાના ! ત્યારે ટેકણ લાકડી બન્યા આ મિત્રો,10 વર્ષથી તેડીને લઈ જાય છે! સ્કૂલ.

બેંગલુરુ: ઉત્તમ મિત્રતાના ઘણા દાખલાઓ તમે જોયા હશે અને સાંભળ્યા હશે. ઘણા મિત્રો એકબીજા માટે જીવ પણ આપી દેવા તૈયાર રહેતા હોય છે. સ્કૂલના દિવસોમાં મિત્રતાના એવા ઘણા દાખલા જોવા મળી જતા હોય છે, જે કાયમ માટે યાદ રહી જાય છે.

મિત્રતાનો આવો જ એક દાખલો છે બેંગલુરૂનો. જેમાં એક દિવ્યાંગ મિત્રને બાળપણથી જ તેના મિત્રો તેડીને કે પછી પીઠ પર ઉપાડીઓને સ્કૂલ લાવે છે. સ્કૂલની સીડી ચઢવાની હોય કે પછી સ્કૂલમાંથી ઘરે લઈ જવાનો હોય, આ કામ કરે છે તેના ખાસ મિત્રો.

16 વર્ષનો લક્ષ્મીશ નાઇક જન્મના એક વર્ષ બાદ જ પોલિયોનો શિકાર બન્યો હતો. તે ખૂબજ ગરીબ પરિવારમાંથી આવતો હોવાથી વ્હીલ ચેરના પૈસા પણ નહોંતા. ઘણા પ્રયત્નો કરવા છતાં તે ન જ ચાલી શક્યો અને આ જ રીતે જીવન પસાર થવા લાગ્યું.

આ માટે તેના માટે સૌથી મોટા સહારારૂપ બન્યા તેના ખાસ મિત્રો. જેઓ તેને એક સામાન્ય બાળકની જેમજ જીવન પસાર કરવા માટે પ્રેરિત કરતા અને પોતાની અપંગતાનો અનુભવ નહોંતો થવા દેતા. તના મિત્રોનું એક આખુ ગૃપ તેની સાથે રહેતું.

બેંગલુરૂમાં ઈસ્ટ-વેસ્ટ પબ્લિક સ્કૂલના સ્ટૂડન્ટ્સનું એક આખુ ગૃપ લગભગ દસ વર્ષથી લક્ષ્મીશને સ્કૂલે લઈ જાય છે અને પાછો ઘરે પણ મૂકી જાય છે. સાથે-સાથે રજાના દિવસે તેની સાથે રમે છે અને તેનાં કામમાં મદદ પણ કરે છે. હવે તેમના જ ટીચરે આ બાળકોના જુસ્સા અને મિત્રતાની આ આખી વાત સોશિયલ મીડિયામાં શેર કરી છે.

તેમનાં ટીચર, ગ્રેસી સીતારાણે આ વાત શેર કરી છે. ગ્રેસીને તેમના આ સ્ટૂડન્ટ્સ પર ગર્વ છે. તેઓ જણાવે છે કે, નર્સરીથી લઈને અત્યાર સુધી, મેં આમને મોટા થતા જોયા છે. તેઓ હંમેશાં મિત્રની મદદ માટે તૈયાર જ હોય છે.

વધુમાં જણાવે છે, “છેલ્લાં છ વર્ષથી મેં તેમની મિત્રતા જોઇ છે અને મને ખુશી છે કે, બીજા લોકો પણ આને વાંચીને પ્રેરણા લેશે.” ટીચર જણાવે છે કે, બાળકો ભણવામાં માર્ક્સ તો લાવતાં જ હોય છે, પરંતુ આમ માનવતા અને મદદ કરવાની ભાવના બધાંમાં નથી હોતી. આ બાળકોને લક્ષીશને તેડીને સીડીઓ ચડવામાં જરા પણ બોજ નથી લાગતો.

તો દિવ્યાંગ લક્ષ્મીશ પણ મિત્રોનાં વખાણ કરતાં થાકતો નથી. તે જણાવે છે કે, “મને વિશ્વાસ નથી આવતો કે, નર્સરીથી અત્યાર સુધી આ લોકો મારી મદદ કરતા રહ્યા છે. તેમની મદદના કારણે જ અત્યારે હું આટલે સુધી પહોંચી શક્યો છું.

મને હંમેશાંથી વિશ્વાસ હતો કે, ગમે તે થશે, પણ મારા મિત્રો મારી મદદ માટે તૈયાર જ રહેશે. પછી તે સ્કૂલનો કાર્યક્રમ હોય કે પછી રોજિંદાં કામ, મારા સાથ માટે મારા મિત્રો હંમેશાં તૈયાર રહે છે.”

તો લક્ષ્મીશના મિત્રો સિદ્ધાર્થ અને મયૂર જણાવે છે કે, અમે તેને ઘણા સમયથી ઓળખીએ છીએ. સ્કૂલ પૂરી થયા બાદ પણ અમારી મિત્રતા આમ જ રહેશે. તેના વગર અમે અમારા ગૃપ અંગે વિચારી જ ન શકીએ. મયૂર જણાવે છે કે, લક્ષ્મીશ તેને ભણવામાં હંમેશાં મદદ કરે છે.

તે ભણવામાં બહુ હોશિયાર છે. તો લક્ષ્મીશ ઈચ્છે છે કે, તેના મિત્રોનાં નામ તો સુવર્ણ અક્ષરોથી લખાવવાં જોઇએ. આજકાલની સ્વાર્થી દુનિયામાં આવા મિત્રો મળવા મુશ્કેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments