ગુજરાત રાજ્યની સરકારએ ગુજરાત રાજ્યમાં મહિલાઓના સમુહોને વ્યાજ મુક્ત ઋણ પ્રદાન કરવાની યોજના શરુ કરી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આ યોજના વિષે ઘોષણા કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના અવસર પર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (એમએમયુવાય) ની તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ શરુ કરવામાં
આવી છે.
એક અધિકારીક જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ ૧ લાખની લોન મહિલા સ્વયં સહાયતા સમૂહો (SHG) ને મદદના રૂપમાં
આપવામાં આવશે, જેમાં દરેક સમુહમાં ૧૦ સભ્યો હશે. આ વિષે એવું કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય સરકાર આપવામાં આવેલ લોન
પર વ્યાજને રાજ્ય સરકાર પોતે જ વહન કરશે.
ગુજરાત રાજ્યમાં અંદાજીત એક લાખ Joint Liability and Earning Group (JLEG) ને સ્થાપિત કરવામાં આવશે, આ એક લાખ
માંથી ૫૦ હજાર સમૂહ ગ્રામીણ વિસ્તારોમાં અને અન્ય ૫૦ હજાર સમૂહ શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવશે.
આવી રીતે, ક્રમ બદ્ધ રીતે, કુલ ૧૦ લાખ જેટલી મહિલાઓને કુલ ૧ હજાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી શકે છે.
આ મહિલા સમુહોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને RBI દ્વારા અનુમોદિત કરવામાં આવેલ નાણાકીય સંસ્થાનોના માધ્યમથી લોનની
રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત રાજ્યના આ મહિલા સમુહોને આપવામાં આવતી લોન માટેના સ્ટેમ્પ શુલ્કને પણ માફ કરવામાં
આવશે.
નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનાથી ગુજરાત રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે અને આ મહિલાઓ પોતાના
પરિવારોને નાણાકીય રીતે મદદ કરી શકશે.
આ યોજનાને ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત રાજ્ય આજીવિકા સંવર્ધન કંપની દ્વારા લાગુ કરવામાં આવશે, જયારે આ યોજનાને શહેરી
વિસ્તારોમાં તેને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા લાગુ કરવામાં આવશે. ‘આ યોજનાથી મહિલાઓને પોતાના ઘરેથી જ પોતાના
નાના વ્યવસાયને શરુ કરવામાં મદદ મળશે.’
દેશમાં ઘણા સમયથી ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અટકાવવા માટે દેશમાં લાગુ કરવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉનના લીધે ઘણા બધા નાના પાયાના ધંધા- રોજગારને ખુબ જ ખરાબ અસર પડી છે.
એટલું જ નહી કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે ઘણા બધા લોકોને પોતાની નોકરી પણ ગુમાવવી પડે છે. જેને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને મદદ કરવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.