શાતિર મહિલા / એક સાથે 8 જીન્સ ચોરવાનો પ્રયાસ કરતાં રંગે હાથ ઝડપાઈ, બાથરૂમમાં લઈ જઈને બધાં કઢાવ્યાં
મહિલાએ જીન્સ ચોરી કરવા માટે જે અજીબોગરીબ કરતબ અજમાવ્યો હતો તેનો વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સ નવાઈ પામ્યા હતા. વેનેઝૂએલાના પેરૂના નામે વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે.
કે એક મહિલા પર શંકા જતાં જ તેનું જીન્સનું પેન્ટ કઢાવવામાં આવે છે. પહેલું જીન્સ નીકાળ્યા બાદ બીજું અને બીજુ કાઢ્યા બાદ ત્રીજું નીકળતાં જ બધાને નવાઈ લાગી હતી. આ શાતિર મહિલાએ પણ એક બે નહીં પણ પૂરાં 8 જીન્સ પહેરીને ચોરી કરવાનો પેંતરો રચ્યો હતો. જો કે, તે સફળ થાય તે પહેલાં જ પકડાઈ ગઈ હતી.
[su_youtube url=”https://www.youtube.com/watch?v=JX90ZHwiCT0″]
મહિલા 8 જીન્સ પહેરીને રફૂચક્કર થઈ જ રહી હતી ત્યાં જ કોઈની નજર તેના પગ અને કમરના ભાગે પડતાં જ તેમને શંકા ગઈ હતી. બાદમાં આ મહિલાને બાથરૂમમાં લઈ જઈને જડતી હાથ ધરાતાં જ 8 જીન્સ ચોરીને લઈ જઈ રહી હતી. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તે એક બાદ એક 8 જીન્સ નીકાળે છે,
સાથે જ જેણે પણ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો તેઓ પણ તેની સાથે જ ગણતા જતા હતા. વીડિયો જોઈને કોઈએ તેને સમર્થન કર્યું હતું તો કોઈએ તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. જો કે, એ સામે નહોતું આવ્યું કે આ મહિલા પર આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં.