યૂક્રેનમાં વિમાનમાં મહિલાને લાગી ગરમી, ઇમરજન્સી દરવાજો ખોલી વિંગ પર ચાલવા લાગી
યુક્રેનની ફ્લાઇટ દરમિયાન એક મહિલાએ એવુ કૃત્ય કર્યું કે જેની ચારો તરફ ચર્ચા થઇ રહી છે.
વાતજાણીને તમને પણ એકવાર વિચાર આવશે કે કોઇ આવુ કઇ રીતે કરી શકે. વિમાન તુર્કીથી ઉપડ્યા પછી વિમાન યૂક્રેનના એરપોર્ટ પર ઉતર્યું હતું.
ત્યારે એક મહિલાએ વિમાનનો કટોકટીનો દરવાજો ખોલીને તેની વિંગ પર ચાલવા લાગી હતી. મહિલાને જ્યારે આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે અંદર ખૂબ જ ગરમી લાગી રહી છે
એટલામાટે તેણે આવુ કર્યું. મહિલા વેપારી વિમાનમાં ઉડાન ભરી રહી હતી. તે તુર્કીના અંતાલ્યામાં પોતાની રજા માણીને પરત ફરી રહી હતી.
વિમાન યૂક્રેનના કિવમાં ઉતર્યા પછી તેને ગરમી લાગવા લાગી હતી. તેથી તેણે વિમાનનો ઇમરજન્સીનો દરવાજો ખોલીને વિંગ પર ચાલવાનું શરૂ કર્યું હતું.
મહિલાનો ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. મહિલાની આ કરતૂતથી લોકોને પણ આશ્ચર્ય થયું. મહિલાના પોતાના બાળકો પણ તેને આશ્ચર્ય સાથે જોઇ રહ્યા હતા.
આ ઘટના બાદ યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા મહિલાને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. હવે મહિલા આ એરલાઇન્સની કોઈપણ એરલાઇન્સ પર મુસાફરી કરી શકશે નહીં.