“નારી શક્તિ; બાલાચડી સૈનિક શાળા-જામનગર ખાતે બહેનો પણ પ્રવેશ મેળવી તાલીમ લઈ શકશે.”
જામનગર સ્થિત બાલાચડી સૈનિક શાળા દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2021-22 થી ધો.6 થી બહેનોને પ્રવેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓમાંથી ઓછામાં ઓછી 10 કે 10% જગ્યા પૈકી જે વધુ હશે તે બહેનો માટે અનામત રાખવામાં આવશે. શાળામાં બહેનો માટે વિશેષ છાત્રાલય તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ હશે.
જે અંતર્ગત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ગત તા.20 ઓક્ટોબર થી શરૂ થઈ ચૂકી છે. આગામી તા.10 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. આ વિશેની વિગતવાર માહિતી નીચે આપેલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.
મહત્વની વિગતો:
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 19 નવેમ્બર, 2020