આ છે ! વિશ્વનું સૌથી મોટું વૃક્ષ: કોલકાતાના બોટાનિકલ ગાર્ડનમાં આવેલું છે આ વૃક્ષ….
વિશ્વમાં ઊંચા વૃક્ષોની ઘણી જાતો થાય છે પરંતુ વડ એ વિશાળ અને વિરાટ કદનું વૃક્ષ છે. વડ ઊંચાઈમાં નહિ પણ કદમાં વધતું વૃક્ષ છે તેની ડાળીઓ જમીનને સમાંતર વધે છે નવીડાળીઓને ટેકા માટે તેમાં વડવાઈ ફૂટીને જમીનમાં ખૂપે છે અને બીજા થડની ગરજ સારે છે.
કોલકાતા બોટાનિકલ ગાર્ડનમાં આવેલો વડલો વિશ્વનો સૌથી ઘેઘૂર વડલો છે. તે ૩૩૦ મીટરના ઘેરાવામાં ફેલાયેલો છે અને તેમાં ૨૮૦૦ જેટલી વડવાઈઓ છે આ વડલો પ્રવાસીઓને માટે આકર્ષણનું કેન્દ્ર છે નવાઈનીવાત એ છે કે ૧૯૨૫માં આ વડલાના એક મૂળમાં સડો પેદા થતા કાપી નાખવું પડયું હતું તેનો ઘેરાવો ૧૬ મીટર હતો.
કોલકાતા બોટાનિકલ ગાર્ડન ૧૦૯ હેક્ટરમાં ફેલાયેલો વિશાળ ઉદ્યાન છે. ૩૦૦ વર્ષ જૂના આ ગાર્ડનમાં ૧૨૦૦૦ જેટલી જાતનાં વૃક્ષ જોવા મળે છે.