જાણો !! પાચનતંત્ર રોગો માટે ઉપયોગી બનતા આસનોનો અભ્યાસ..
પવનમુક્તાસન-
રીત –
ચત્તા સૂઈ જાવ, બંને પગની એડીઓ ઉપર અડેલી રાખો, પૂરક કરતા બંને પગને ઘૂંટણમાંથી વાળીને બંને સાથળો પેટના સ્નાયુઓ દબાય તેવી રીતે છાતી પાસે લાવો, મસ્તકને જમીન ઉપરથી ઊંચકીને ઘુટણ પાસે લાવવાનો પ્રયત્ન કરો, બાહ્યકુંભકની સ્થિતિમાં યથાશક્તિ ટકાવી રાખો.
લાભ-
-વાયુની ગતિ નિયંત્રણ થાય,
-કબજીયાત દૂર થાય છે, પાચનતંત્ર સુધરે છે,
-ઘુટણના સાંધા તથા કમરના દુખાવાની તકલીફ દૂર થાય છે,
-પેટ – કમર પરની ચરબી દૂર થાય છે,
-ગેસ -મળાવરોધ -અપચો -હરસ -ગર્ભાશયના રોગો -એપેન્ડિક્સ તેમજ વાયુના રોગોની તકલીફો દૂર થાય છે.
ઉત્તાનપાદાસન–
રીત –
પગ સીધા રાખીને જમીન ઉપર ચત્તા સૂઈ જાવ, બંને હાથની હથેળીઓ જમીન પર અડેલી રાખો, પૂરક કર્યા બાદ આંતર કુંભકમાં બંને પગને જમીનથી અધ્ધર લગભગ ૪૫ અંશના ખૂણે ઉંચકો, પગને ઉપર સીધા અને એડિયો અડેલી રાખો, આ આસનમાં આંતર અને બાહ્ય બંને પ્રકારના કુંભક કરી શકાય છે, જે તે કુંભકમાં યથાશક્તિ ટકાવી રાખો,
લાભો-
-આંતરડાઓ મજબૂત બને, સ્નાયુઓને કસરત થાય,
-સ્વપ્નદોષ -ધાતુ દોષ અટકે, ચરબી દૂર થાય,
– જઠર- સ્વાદુપિંડ વગેરેને ઉદરસ્થ વ્યાયામ મળે,
-પાચનતંત્રની કાર્યક્ષમતા વધે,
– પીઠનો દુખાવો – કમરનો દુખાવો નીતંબનો દુખાવાની તકલીફો દૂર થાય,
– કરોડરજ્જુને સશક્ત બને
– મળ અવરોધ દૂર કરવા માટેનું આ અકસીર આસન છે,
સુપ્ત–વજ્રાસન–
રીત –
બંને પગના ઘૂંટણ વાળીને બેસો, બંને ઘૂંટણ એકબીજાની નજીક રાખો, પાછળથી તરફ બંને પગના અંગૂઠા એકબીજાને અડકેલા રાખી એડીઓ ખુલ્લી રહે એ રીતે બે એડીઓ વચ્ચે અને પગના તળિયા ઉપર નિતંબને ગોઠવો, પૂરક કરતાં કોણીના આશરે પીઠ ઉપર સુઈ જાવ, ખભા જમીનને અડકેલા રાખો, આંતર કુંભક કરો, રેચક કરતા હાથના સહારે ઉભા થાવ,
લાભ-
-કરોડરજ્જુ મજબૂત થાય છે.
-કબજિયાત- અજીર્ણ- આંતરડાનો સુધારો આવે છે.
-જઠર- યકૃત વગેરે અવયવોને વ્યાયામ મળે છે.
-કાકડા -પથરી- શ્વાસનળીનો સોજો દૂર થાય છે.
-ડાયાબીટીસમાં ઉપયોગી છે.
-જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
-અપચો – વાયુવિકાર કબજિયાત દૂર થાય છે.
-પગના સાંધા અને સ્નાયુઓ સશક્ત બને છે.
વજ્રાસન –
રીત –
પગને ઘૂંટણમાંથી વાળી તેના ઉપર બેસો, બંને પગના પંજાને ઉલટાવીને તેના અંગૂઠા ભેગા અને એડિયો છૂટી રાખી ધીમે ધીમે નીચે બેસતા જાવ, અને નીચે જમીન ઉપર સ્થાપો બંને હાથને ઘુંટણ કે સાથળ ઉપર મૂકો પૂરક કરતા-કરતા શરીરને સીધું રાખો રેચક કરતાં-કરતાં શરીરને શિથિલ કરો,
લાભ-
-પેટ- પેડુના અવયવો કાર્યક્ષમ બને અને સંધિવા મટે છે.
-શુક્રગ્રંથિની શિથીલતા દૂર થાય, સારણગાંઠ ની તકલીફ દૂર થાય છે.
-કરોડરજજુ સીધી રહેતી હોવાથી જ્ઞાનતંતુમાં ફાયદો થાય છે.
-સ્ત્રીઓના માસિક ધર્મમાં ફાયદો થાય છે.
-ભોજન બાદ તરત જ આસન કરી શકાય છે.
-પાચકરસ પર પ્રભાવ પાડે છે.
-ઘુટણ – પગ -પંજાના સાંધાનો દુખાવો મટે છે.
-કબજિયાત અજીર્ણ મંદ ગીની જેવા રોગો દુર થાય છે.
-યોગ આસન – જાનવી મહેતા (World Yoga Champion)
-લેખક – કલ્પેશસિંહ ઝાલા (PGDNYS)