હાલના કોરોના વાયરસનાં સમયમાં ઇમ્યુનિટી અને ફેફસાની મજબૂતી વધારવી ખૂબ જરૂરી છે, તેવામાં યોગ કરવા સહેલા છે અને ફ્રી છે…
શરીરની bઇમ્યુનિટી અને ફેફસા તેમજ શ્વસનતંત્ર ના માર્ગોને મજબૂત બનાવવા પ્રાણાયામ ઉત્તમ છે, તો કરો રોજ આ 3 સરળ યોગ પ્રયાણામ…
ભસ્ત્રિકા પ્રાણાયામ..
શ્વસનતંત્રને મજબૂત કરવા માટે ભસ્ત્રિકા પ્રાણાયામ સૌથી ઉત્તમ છે, આ યોગને કરવા માટે ગરદન અને કમરને એકદમ સીધી રાખો, અને કોઈ પણ એક આસનમાં જેમકે પદ્માસનમાં બેસી જાવ, બંને હાથને ઘુંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો, આમાં જોરથી શ્વાસ ખેંચવામાં આવે છે, અને તેટલા જ જોરથી શ્વાસ છોડવામાં આવે છે, દરરોજ બેથી પાંચ મિનિટ કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે..
લાભ :
આ યોગથી શુદ્ધ વાયુ શરીરની અંદર જાય છે, અને અશુદ્ધ વાયુને બહાર કાઢે છે, ફેફસાને મજબુત બનાવે છે, પેટના રોગોમાં પણ લાભદાયી છે..
સૂચના – કમર દર્દ અને હૃદયના રોગીઓ આ ન કરે…
કપાલભાતિ…
કપાલભાતિ પ્રાણાયામ કરવા માટે શ્વાસ સામાન્ય ગતિથી ની અંદર લેવામાં આવે છે, અને ઝડપથી બહાર કાઢવાનો રહે છે, એક મિનિટમાં ૬૦ વખત અને કુલ પાંચ મિનિટમાં ૩૦૦ વખત તમે શ્વાસ બહાર ફેંકવાની ક્રિયા કરવી, કપાલભાતિ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે..
લાભ :
જ્યારે તમે શ્વાસને અંદર બહાર કરો છો તો શરીરની અંદરની ગ્રંથિઓની એક્સરસાઇઝ થાય છે અને પાચન અંગો અમાસય, લીવર, કિડની, પેંક્રિયાસસ્વસ્થ બને છે સ્થૂળતા, ડાયાબિટીસ, કબજિયાત અન્યમા ફાયદો થાય છે અને ઇમ્યુનીટી પણ વધારે છે..
અનુલોમ-વિલોમ..
અનુલોમ એટલે સીધું અને વિલોમ એટલે ઊંધું જેમાં નાકને દબાવેલા ભાગથી વિરુદ્ધ નાકના ભાગથી ઊંડો શ્વાસ અંદર ભરવામાં આવે છે, અને કુંભક બાદ એટલે કે થોડી સેકંડ શ્વાસ રોકી પછી દબાયેલા નાકને બીજો ભાગ ખોલી શ્વાસ બહાર કાઢવામાં આવે છે, તેમ વારાફરતી બંને નાકના ભાગમાં આમ કરવામાં આવે છે…
લાભ :
આનાથી ઉંઘ સારી આવે, સારી ઊંઘથી રક્તપાતની ઊણપ દૂર થાય છે તનાવ પણ દૂર થશે, શરીરની અંદર રીપેરીંગ માટે સારી ઊંઘ જરૂરી છે, 20 થી 25 મિનિટ આ યોગ કરવાથી શરીરની સિસ્ટમને મજબૂત બનાવે છે, તેમજ આ અનુલોમ-વિલોમથી મનની એકાગ્રતા તેમજ મનની શાંતિ મળે છે..
જલનેતિ..
જલનેતિ સ્વનતંત્રને સાફ કરે છે, જલનેતિ કરવા માટે હુંફાળું પાણી તેમાં મીઠું નાખી જલનેતી પાત્રમાં ભરી, નાકના એક ભાગમાં, નજર ઊંચી જોઈ માથુ એક સાઈડ ખભા માં નમાવી પાણી નાખવામાં આવે છે અને તે પાણી બીજા નાકમાંથી બહાર કાઢવામાં આવે છે, આ ક્રિયા નાક, શ્વસનતંત્ર અને સાયનસના માર્ગની સફાઇ માટે ખૂબ ઉપયોગી છે….
શરૂઆતના તબક્કામાં વાયરસ નાકના અંદરના ભાગમાં હોય તો ત્યારપછી તે ફેફસાની અંદર જાય છે, તેથી નાકની સફાઈની પ્રક્રિયા ઠીક કરે છે, આ પાંચથી સાત મિનિટ માટે કરવું જોઈએ, આનાથી સાયનસ ભાગમાં, અસ્થમા અને શ્વસન તંત્ર સંબંધિત અન્ય રોગોમાં પણ લાભ થાય છે…
જલનેતી કર્યા બાદ ખાસ યાદ રાખવું કે અંદર પાણી ભરાઈ ન રહે, જો પાણી ભરાઇ રહે તો આખો દિવસ માથું દુખાવાની તકલીફ, સાથે માથું ભારે ભારે લાગે, તો આ માટે જળનેતિ કર્યા પછી પ્રાણાયામ કપાલભાતિ કરવી જરૂરી છે, જેથી સાયનસ ની અંદર ના ભાગમાં પાણી ભરાયુ હોય એ નીકળી જાય…