Sunday, March 26, 2023
Home News ચૂકવવા પડશે 10 હજાર રૂપિયા દંડ

ચૂકવવા પડશે 10 હજાર રૂપિયા દંડ

ચૂકવવા પડશે 10 હજાર રૂપિયા દંડ

જો તમારી પાસે ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન છે તો તમારે તમારા વાહનને માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) પ્રમાણપત્ર મેળવવું જોઈએ. જો તમે તે બનાવેલ છે, તો તમારે તેની સમાપ્તિ તારીખ પણ તપાસીને તેને નવીકરણ કરાવવી જોઈએ.

જો તમે તેમ ન કરો તો તમારે રૂ. 10 હજારસુધીનો દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં, ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટનો અમલ કર્યો હતો. જેમાં પીયુસી ન હોવા બદલ દંડ 10 ગણો વધારવામાં આવ્યો છે. જે પછી જો પીયુસી નહીં હોય તો ગાડી ડ્રાઇવરે રૂ. 10 હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

જણાવી દઈએ કે પહેલા આ દંડ ફક્ત 1 હજાર રૂપિયા હતો.

બધા વાહનોએ માન્ય પીયુસી પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી

પીયુસી સર્ટિફિકેટ વાહન માલિકને ત્યારે મળે છે જ્યારે ગાડી પ્રદુષણ કંન્ટ્રોલ માનકો પર યોગ્ય ઉતરે છે. આ સર્ટિફિકેટની મદદથી બતાવવામાં આવ્યું છે કે વાહનનું પ્રદૂષણ નિયમ મુજબ છે.

તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. બધા વાહનોએ માન્ય પીયુસી પ્રમાણપત્ર મેળવવા જરૂરી છે. નવી ગાડીને પીયુસી પ્રમાણપત્રની જરૂર નથી.

વાહન નોંધણીના એક વર્ષ પછી પીયુસી પ્રમાણપત્ર આવશ્યક છે. તેને સમય સમય પર ફરીથી અપડેટ કરાવવું પડશે.

1 સપ્ટેમ્બર, 2019 ના સુધારેલા મોટર વાહન અધિનિયમનો અમલ લાગુ થયો

દિલ્હીમાં 1 સપ્ટેમ્બર, 2019 ના સુધારેલા મોટર વાહન અધિનિયમનો અમલ લાગુ થયો હતો. જે બાદ માન્ય ન હોય તેવા પીયુસી પ્રમાણપત્ર માટે દંડ વધારવામાં આવ્યો હતો.

અગાઉ ગાડી પીયુસી ન હોત તો રૂપિયા 1 હજાર દંડ લાગતો હતો પરંતુ સુધારેલા મોટર વાહન અધિનિયમ લાગુ થયા બાદ હવે રૂ. 10 હજાર ચૂકવવા પડશે.

જણાવી દઈએ કે 10 ગણો વધારો થયા બાદ દિલ્હીમાં લગભગ 1 હજાર પિયુસી કેન્દ્રો પર અચાનક જ ભીડ વધી ગઈ હતી અને પરિવહન વિભાગે તે મહિનામાં 14 લાખ પીયુસીના સર્ટિફિકેટ જારી કર્યા હતા.

પીયુસી પ્રમાણપત્ર રજૂ ન થાય ત્યાં સુધી વાહન વીમા પોલિસી રિન્યુ ન થવી જોઈએ

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વીમા કંપનીઓ ખાતરી કરશે કે તમે વાહન ઈન્સ્યોરન્સ પોલિસી રિન્યુ કરાવવા સમયે વેલિડ પીયુસી રજૂ કરે. તમને જણાવી દઈએ કે,

જુલાઈ 2018 માં સુપ્રીમ કોર્ટે વધતા જતા વાહન પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં વીમા કંપનીઓને સૂચના આપી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જ્યાં સુધી પીયુસી પ્રમાણપત્ર રજૂ ન થાય ત્યાં સુધી વાહન વીમા પોલિસી રિન્યુ ન થવી જોઈએ.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments