13 વર્ષની માતા અને 10 વર્ષનો પિતા!
રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં ક્રાસ્નોયાર્સ્ક શહેરનો એક કિસ્સો હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી રહ્યો છે.
અહીંની દારિયા સુડિનિશ્નિકોવા નામની 13 વર્ષની કિશોરી ગર્ભવતી બની હતી અને તેણે એવો દાવો કર્યો હતો કે તેનાં બાળકનો પિતા 10 વર્ષનો ઈવાન છે,
જે તેનો બોયફ્રેન્ડ છે અને તેની સાથેના શારીરિક સંબંધો થકી તે ગર્ભવતી થઈ છે. હાલમાં દારિયાએ દીકરીને જન્મ આપ્યો છે.
10 વર્ષનો બાળક પિતા બનવા કઈ રીતે સક્ષમ હોઈ શકે એ અંગે વૈશ્વિક ચર્ચાઓ શરૂ થઈ છે.
15 ઓગસ્ટે બાળકને જન્મ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર દારિયાએ પોતે જ ફોલોઅર્સને જાણ કરતાં કહ્યું હતું કે,
‘આજે સવારે 10 વાગ્યે મેં દીકરીને જન્મ આપ્યો છે. તે 85 પાઉન્ડની છે અને અમે બંને સ્વસ્થ છીએ.’ દારિયાની આ જાહેરાત પછી ફરીથી રશિયન સમાચાર માધ્યમોમાં તે યંગેસ્ટ મધર તરીકે છવાઈ ગઈ છે.
સમાંતરે ઈવાન પણ સંભવતઃ વિશ્વના સૌથી નાની ઉંમરના પિતા તરીકેની ક્રેડિટ મેળવી રહ્યો છે. દારિયાએ ફોલોઅર્સને જણાવ્યા પ્રમાણે, હાલ તે અને ઈવાન સાથે નથી રહેતાં,
પરંતુ બંનેના સંબંધો આજે પણ યથાવત છે. તેઓ નિયમિત રીતે મળતાં રહે છે. આ સંબંધ જો યથાવત રહેશે તો સાઈબેરિયાના કાનૂન મુજબ,
ઈવાન 16 વર્ષનો થયા પછી બાળકીના પિતા તરીકેની માન્યતા મેળવી શકશે.