શું તમારી બાઈક પણ માયલેજ નથી આપતી
શું તમારી બાઈક પણ માયલેજ નથી આપતી તો અજમાવો આ ટ્રિક
આજે માર્કેટમાં જેટલા ફાસ્ટ બાઇક છે એ દરેકમાં લોકોને એક જ સમસ્યા છે અને એ છે ઓછી માઇલેજ જી હાં વધારે સીસી હોવાને કારણે આ બાઇક્સના માઇલેજ ઓછા થઇ જાય છે અને આ કારણથી વધારે પેટ્રોલનો ઉપયોગ કરે છે. એવામાં આજે અમે મામૂલી સેટિંગ્સ દેખાડવા જઇ રહ્યા છીએ જે કર્યા બાદ તમારા બાઇકનું માઇલેજ 80Kmpl થઇ જશે.
જો તમે જલ્દી જલ્દી ગેયર ચેન્જ કરો છો તો તમને આ ટેવ ભારે પડી શકે છે. કારણ કે આવું કરવાથી બાઇકની માઇલેજ ઓછી થઇ જાય છે એટલા માટે ગિયર જલ્દી જલ્દી બદલવા જોઇએ નહીં.
હંમેશા સમયસર પોતાના બાઇકની સર્વિસ કરાવતા રહેવું જોઇએ. આવું કરવાથી એન્જીન બરોબર કામ કરે છે અને બાઇક સારી માઇલેજ આપે છે.
જ્યારે તમે બાઇકમાં પહોળા ટાયર લગાવો છો તો એનાથી માઇલેજ ઓછી થઇ જાય છે. એટલા માટે તમારે બાઇકમાં પાતળા ટાયર જ લગાવવા જોઇએ.
હંમેશા તમારા બાઇકને 40 થી 50 kmની સ્પીડ પર જ ચલાવવી જોઇએ આવું કરવાથી બાઇક સારું માઇલેજ આપે છે.