કોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું દાન..
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે રવિવારે કોરોના સામે લડતા લોકોની મદદ માટે આગળ આવ્યો હતો અને વડાપ્રધાન રાહત નિધિમાં 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા.
આ દરમિયાન ઓલરાઉન્ડર ખેલાડીએ લોકોને અપીલ પણ કરી હતી અને કહ્યું હતું કે લોકોએ આ વાયરસથી બચવા માટે તેમના ઘરોમાં રહેવું જોઈએ. અત્યાર સુધી આ વાયરસ 4000 કરતા વધારે લોકોને પ્રભાવિત કાર્ય છે, જેના કારણે 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
યુવરાજે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે એકતા દર્શાવવાના આ દિવસે હું વડાપ્રધાન કેયર્સ ફંડને 50 લાખ રૂપિયા આપવાનું વચન આપું છું. કૃપા કરીને તમારા વતી પણ યોગદાન આપો. પીએમ મોદીની અપીલ બાદ,
ઘણા ખેલાડીઓએ દેશવાસીઓને નવ મિનિટ સુધી ઘરની બાલકનીમાં ઉભા રહીને ફોનની લાઈટ, મીણબત્તી કે દીવો પ્રગટાવવા વિનંતી કરી હતી.
We are stronger when we stand united.
I will be lighting a candle tonight at 9pm for 9 minutes. Are you with me?
On this great day of solidarity, I pledge Rs. 50 Lakhs to the #PMCaresFunds. Please do your bit too!@narendramodi#9pm9minutes #IndiaFightsCorona
— yuvraj singh (@YUVSTRONG12) April 5, 2020
અગાઉ યુવરાજે લખ્યું હતું કે, “આ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલ આ માનવતાવાદી કાર્યને જોઈને ખૂબ આનંદ થાય છે. આ મુશ્કેલ સમયમાં તેમનો ભોજન વહેંચવું અને તેમની દયા જોવી તેમના માટે આદર ઉત્પન્ન કરે છે.” યુવરાજે લોકોને ઘરોમાં રહેવા અને સલામત રહેવાની અપીલ પણ કરી હતી.